ગુજરાતના વડગામના MLA જિગ્નેશ મેવાણીને અચાનક છાતીમાં દુખાવો થયાના ખોટા સમાચારને ખુદ મેવાણીએ નકારી પોતે એકદમ ફીટ હોવાનુ જણાવ્યુ છે. ગુજરાતી ન્યુઝ ચેનલ vtv એ જીગ્નેશ મેવાણીને લઈ ગઈકાલે એક ખબર ચલાવી હતી. જેમાં જણાવાયુ હતુ કે, મેવાણીને અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં ડોકટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.
આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ખુદ ટ્વીટ કરીને પોતે એકદમ સ્વસ્થ્ય હોવાનુ જણાવ્યુુ હતુ. તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની ખબરને નકારી જણાવ્યુ હતુ કે, રૂટિન ટેસ્ટ માટે યુ.એન.મહેતા આવ્યો છું. એકદમ સ્વસ્થ, મજબૂત અને લાકડતોડ છું. કાલ સાંજે ટેનિસ ઉપર મેચ રખાવો – 6 ઓવરનો સ્પેલ નાખીશ!
અલ્યા મારા ભૈ, રૂટિન ટેસ્ટ માટે યુ.એન.મહેતા આવ્યો છું. એકદમ સ્વસ્થ, મજબૂત અને લાકડતોડ છું.
કાલ સાંજે ટેનિસ ઉપર મેચ રખાવો -૬ ઓવરનો સ્પેલ નાખીશ! @VtvGujarati— Jignesh Mevani (@jigneshmevani80) September 21, 2021
તમને જણાવી દઈયે કે, થોડા દિવસોથી જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યાની ચર્ચા મીડિયામાં થઈ રહી છે. vtv દ્વારા છાતીમાં દુખાવાની ફેક ન્યુઝ સાથે આ ખબરને પણ મેન્સન કરવામાં આવી હતી. જેમાં જણાવાયુ હતુ કે, રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે. જેમાં 2 ઓક્ટોમ્બર એટલે કે ગાંધી જયંતીના રોજ જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણી પોતે સ્વસ્થ્ય છે તેમ કહી vtV ની ખબરને પોતે નકારી હતી પરંતુ તેઓ 2 ઓક્ટોમ્બરના રોજ કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે કે નહી ? તેનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. જેથી તેમનુ અને કનૈયા કુમારનુ કોંગ્રેસમાં જોડાવાનુ સસ્પેન્સ હજુ પણ બની રહ્યુ છે. આ સાથે મીડિયાના સુત્રો ઉપર પણ પ્રશ્નાર્થચીન્હ મુકાઈ શકે છે. જેમા મીડિયા સંસ્થા દ્વારા ઉતાવળમાં ખબર બ્રેક કરવાના ચક્કરમાં એકવાર ખરાઈ કરવાની તસ્દી પણ નહોતી લેવામાં આવી. જેમા તેઓ પોતાના રીપોર્ટરને હોસ્પિટલમાં મોકલી અથવા કોઈ અન્ય માધ્યમથી મેવાણી કે તેમની ટીમનો સંપર્ક કરી ખબરની પૃષ્ઠી કરી શકતા હતા.