બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી દાખવનારા ૨૦ તલાટીના ઇજાફા બંધ કરાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિવિધ ગ્રામ પંચાયતોમાં ઓચિતું સરપ્રાઈઝ ચેકીંગ કરી ગ્રામ પંચાયતના રેકર્ડની જાત તપાસ કરવામાં આવી હતી

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના તલાટી ક્મ મંત્રીઓ ફરજમાં બેદરકારી દાખવતા હોઈ અને ફરજમાં ગુલ્લી મારી, પંચાયત રેકર્ડ નિભાવવામાં બેદરકારી દાખવતા હોય તેવા ૨૦ તલાટીઓને જિલ્લા વિકાસ અધિકારી એ ઇજાફા બંધ કરવાની શિક્ષા કરતા તલાટી વર્ગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્રારા જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ઓચિતું સરપ્રાઈઝ ચેકીંગ કરી ગ્રામ પંચાયતના રેકર્ડની જાત તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક ગ્રામ પંચાયતના રેકર્ડમાં વહીવટી ક્ષતિઓ જણાઈ આવતા અને કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટીની ફરજમાં ગુલ્લી મારતા હોય
તેમજ ફરજ પરના સેજામાં સમયસર હાજર ન રહી, વસુલાતમાં નબળી કામગીરી, પ્લોટ હરાજીમાં ગેરરીતી સહિત ફરજમાં બેદરકારી દાખવતા હોવાનું સામે આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આગાઉ ૫૦ ગ્રામ પંચાયતના તલાટીઓને ફરજમાં લાપરવાહી દાખવવા મામલે કારણ દર્શક નોટીસો ફટકારી તલાટીઓ પાસે ખુલાસો માગ્યો હતો.

— જેમાં ૨૦ જેટલા તલાટીના ખુલાસા સંતોષકારક ન જણાતા જિલ્લા વિકાસ અધિકારીએ આ ૨૦ તલાટીઓ ને શિક્ષા કરતા તેમના ઇજાફા બંધ કરી દેવાનો ર્નિણય કરવામાં આવતા તલાટીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

— કયા કારણસર તલાટીઓના ઇજાફા બંધ કરાયા :

ગ્રામ પંચાયતનું રેકર્ડ ન નિભાવવું, પોતાના સેજામાં નિયમિત હાજર ન રહેવું, વસુલાતમાં નબળી કામગીરી, પ્લોટ હરાજીમાં ગેરરીતી આચરવી, ફરજમાં ગુલ્લી મારવી સહિતની ક્ષતિઓ મામલે ૫૦ તલાટીઓને કારણ દર્શક નોટીસો આપ્યા બાદ ૨૦ તલાટી ના ઇજાફા બંધ કરી દેવાનો ર્નિણય લેવાયો છે.

— ગ્રામ પંચાયતોમાં તલાટીની ફરજના સમય અંગે બોર્ડ મરાયા :

સરહદી બનાસકાંઠા જિલ્લામાં કેટલાક ગામોમાં તલાટીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદોને લઈ જિલ્લા વિકાસ અધિકારી લએ દરેક ગ્રામ પંચાયતમાં તલાટીનું નામ, મોબાઈલ નંબર અને તેમના ફરજ ના દિવસો અને સમય અંગે બોર્ડ મારવા અને તલાટી ફોન ન ઉપાડે તો વિસ્તરણ અધિકારીના નંબર પર કોન્ટેક કરવાના બોર્ડ મારવાનો પરિપત્ર કરાયો છે. જેને લઈને ફરજમાં ગુલ્લી મારનાર તલાટીઓ ફફડી ઉઠ્‌યા છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.