ગરવી તાકાત,બનાસકાંઠા
સરકારના પરિપત્ર મુજબ ચૂંટણી યોજવા ઉપર વાઇસ ચેરમેને હાઈકોર્ટેમાં દાખલ કરી હતી પિટિશન
બનાસડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા કોવિડના પગલે સરકારના પરિપત્ર મુજબ યોજના હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી, જે પિટિશન કોર્ટે ફગાવી દીધી છે.
બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ નિયામક મંડળની ચૂંટણી કોવિડના પગલે ન યોજવા હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. કોર્ટે શનિવારે આ પિટિશન ફગાવી દીધી છે. બનાસડેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે , બનાસડેરીની ચૂંટણી બંધ રખાવવા માવજીભાઈ દેસાઈએ હાઇકોર્ટમાં તા.૪.૯.૨૦ ના રોજ રાજ્ય સરકારને પ્રતિવાદી બનાવી ચૂંટણી મોકુફ રખાવવા દાદ માંગી હતી. જે અરજી ચાલી જતાં હાઈકોર્ટ તા.૧૧.૯.૨૦૨૦ ના રોજ અરજી નકારી દીધી છે અને બનાસડેરીની ચૂંટણી બંધ રાખવા કોઈ હુકમ કરેલ નથી.
આ પણ વાંચો – નીતીન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ કડીની હોસ્પીટલમાં તુરંત સારવાર ન મળતા લોકોમાં રોષ
પરિણામે ડેરીની ચૂંટણી સમયસર જ યોજાશે. હવે ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ બાદ સમયસર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એશિયાની નંબર વન બનાસડેરીની આગામી ટુંક સમયમાં ચૂંટણીની તારીખો પ્રસિધ્ધ થાય તેવી સંભાવના છે. ત્યારે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની સાથે હાથ મિલાવી અને બનાસડેરીમાં વાઈસ ચેરમેન બનેલા માવજી દેસાઈએ ચૂંટણી યોજાય તે પહેલા જ હાઈકોર્ટમાં સરકારને પ્રતિવાદી બનાવી અને ચૂંટણી મોકુફ રાખવા અરજી કરી હતી. તેમાં હાઈકોર્ટે અરજી ફગાવી દેતાં હવે ચૂંટણી સમયસર યોજાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. તે મુજબ ૨૭ ડીસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો – બનાસ ડેરી: દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરતા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી
બનાસકાંઠા જિલ્લામાં સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન બનાસડેરીમાં સંચાલક મંડળની અવધી પુર્ણ થવા આવી છે. ત્યારે હવે આગામી ટુંક સમયમાં ચૂંટણીની તારીખ નક્કી થાય તેવા સંજોગોમાં બનાસડેરીમાં ગત ટર્મમાં પરથી ભટોળને મ્હાત આપવા માટે શંકર ચૌધરીએ જિલ્લાના ભાજપના અગ્રણીઓને સાથે રાખી અને બનાસડેરીમાં સત્તા હાંસલ કરી હતી. જેમાં માવજી દેસાઈને વાઈસ ચેરમેનનું પદ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે આ વખતે બનાસડેરીમાં વાર્ષિક ટર્ન ઓવર ૧૦ હજાર કરોડને પાર કરી ગયું હોવાનું કહેવાય છે. તેવા સંજોગોમાં વાઈસ ચેરમેન દ્વારા ચૂંટણી બંધ રાખવા માટે હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા અને સરકારને પ્રતિવાદી બનાવી ચૂંટણી મોકુફ રાખવાની દાદ માંગતા કોર્ટે ચૂંટણી બંધ રાખવાનો કોઈ હુકમ કરેલ નથી તેમ બનાસડેરીના સુત્રોએ જણાવ્યું છે. ત્યારે હવે ૨૭ ડીસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.