GARVI TAKAT
મહેસાણા, ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ બુધવાર ,
ભારત સરકારશ્રીના સહકારિતા મંત્રાલયના “સહકાર થી સમૃધ્ધિ” ના વિઝનને સાકાર કરવા તમામ પંચાયત/ગામોમાં M-PACS, Dairy અને Fishery ની રચના કરવાના કરેલ નિર્ણય પરત્વે દેશમાં નવી રચવામાં આવેલ ૧૦,૦૦૦ M-PACS, Dairy અને Fishery મંડળીઓ સબંધે ભારત સરકારશ્રી દ્વારા ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમીતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આજરોજ

૧૦,૦૦૦ નવી M-PACS, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન , M-PACS, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ માટે તાલીમ મોડયુલનો પ્રારંભ અને સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર/રૂપે કેસીસી/માઈક્રો એટીએમ વગેરે સોંપવાના કાર્યક્રમો થયા હતા. જે પૈકી
આજ રોજ મહેસાણા દૂધસાગર ડેરી ખાતે લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂ. ૫.૨૦ લાખની vividh ધિરાણ સહાય હેઠળ સાત સહકારી મંડળીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા તેમજ પાંચ નવી નોંધાયેલા સેવા સહકારી મંડળીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
સહકારથી સમૃદ્ધિના આ કાર્યક્રમમાં સાંસદ્શ્રી હરિભાઈ પટેલ સાથે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ અનેધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર તેમજ દૂધસાગર ડેરીના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા રજીસ્ટાર શિવપાલસિંહ ઝાલા , સહિતના વિવિધ સહકારી સભાસદો તેમજ સોસાયટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા……
દૂધસાગર ડેરી ખાતે મોતીભાઈ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના ઉદબોધનને નિહાળ્યું હતું….


