ત્રણ દિવસ આ જિલ્લાઓમાં આવશે આફત,ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30-40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

December 25, 2024
  • હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ જણાવ્યું કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેશે. ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. તો વરસાદ સાથે કરા પણ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
  • આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.
  • હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે 26 ડિસેમ્બર, ગુરૂવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાદ તથા નવસારીમાં વરસાદની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
  • હવામાન વિભાગે 27 તારીખની આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત અને વલસાદમાં વરસાદ પડી શકે છે.
  • આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે.
  • હવામાન વિભાગે કહ્યું કે 28 ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0