કાંકરેજ તાલુકામાં  થરા સહિત આજુબાજુમાં શનિ-રવિ  મેઘરાજાની હેલીજામી.ખેડૂતો પશુપાલકોમાં ખુશી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજથી પાંચેક વર્ષ પહેલાં ૨૨-૨૩ જુલાઈ -૨૦૧૭ મેઘકહેરના કારણે ભારે તારાજી સર્જાઇ હતી જેમાં નિર્દોષ માનવ -પ્રાણીઓની જાનહાનિ અને ઘરવખરી માલસામાન ઉભા કૃષિ પાકોને ભારે નુકશાન થયેલ એ ગોઝારી રાતને બીજા દિવસની યાદ આજે લોકોના હ્રદય ધ્રુજાવી રહી છે ત્યારે ગઈકાલે પાંચ વર્ષે બાવીસ-તેવીસ જુલાઈએ રાત દિવસ વરસાદી માહોલ સર્જાયો છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી બફારાથી લોકો પશુ પક્ષીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.  અષાઢવદ અગીયારસ બારસના રાત્રે  પશ્ચિમ દક્ષિણ ભાગમાં અચાનક કાળાં ડિબાંગ વાદળો ચડી આવ્યાં હતાં
કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુમાં મૈડકોલ અધગામ ભાવનગર રાણકપુર ભલગામ ઊણ રાજપુર  દેવદરબાર દુગરાસણ ખોડા ખસા અષાઢવદ અગિયાર બારસના રાતથી બીજો આખો દિવસ ગાજવીજ વગર મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ખેડૂતો પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાંકરેજ તાલુકામાં આજુબાજુના વિસ્તાર કરતાં ઘણો ઓછો વરસાદ પડયો હતો.છતાં અવારનવાર ઝાપટાં પડવાના કારણે ચોમાસું પાકોનું વાવેતર હજુ કેટલાક વિસ્તારમાં થયું નથી ત્યાં મેઘમહેર થતાં અને વરસાદી હેલી શનિ-રવિ રહેતાં ઘણા વર્ષ બાદ રવિવારે દિવસભર સ્વયંભૂ લોકડાઉન સાથે સર્વત્ર વાતાવરણમાં ઠંડક ને ખુશનુમા નો માહોલ સર્જાયો છે.થરા બસ સ્ટેન્ડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.