પાટણ શહેરમા બન્ને રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો. ત્યારે પાટણ જિલ્લામાં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના રાધનપુરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત બાકી તાલુકામાં ૧ થી ૩ ઇચ સુધી વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ઘુસી આવ્યાં. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં. તેમજ રાધનપુરની રેફરલ હોસ્પિટલના પટાંગણમાં પણ પાણી ભરાયા હતા.

પાટણ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. પાટણ શહેરના બન્ને રેલવે ગરનાળા માં પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોને હાલાકી પડી હતી. તેમજ શહેરની કેકે ગલ્સ હાઈસ્કૂલ, સરદાર બાગ, બુકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફળી વળ્યાં હતા. આ ઉપરાંત રાધનપુરમાં પણ ધોધમાર મેઘમહેરના પગલે રેફરલ હોસ્પિટલના પટાંગણ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી દર્દીઓના સગાઓને હાલાકી પડી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.