સરસ્વતીના સાંપ્રા માં આવેલ સરદારપુરા ના કાચા રસ્તા થી લોકો પરેશાન

July 24, 2022

— તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તાનું કોઈ નિકાલ કરાયો નથી :

— ચોમાસામાં કેડ સમા પાણીમાં નાના બાળકોને તથા પશુ પાલક અને ખેડૂતોને પસાર થવું પડે છે :

ગરવી તાકાત સરસ્વતી પાટણ : હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે.ત્યારે સીમ વિસ્તાર તેમજ પરા વિસ્તાર અને ખેતરોમાં રહેતા લોકો માટે કાચા રસ્તાઓ માથાના દુખાવા સમાન બની રહ્યા છે.ત્યારે આવો જ એક રસ્તો સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે આવેલ સરદારપુરા નો દોઢ થી બે કિલોમીટર નો કાચો રસ્તો છે.આ કાચા રસ્તા ને પાકો રસ્તો બનાવવા માટે તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે.
પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું આ રસ્તા માટે ધ્યાન આપવામાં આવેલ નથી.સાંપ્રા ગામના મોટાભાગના લોકો ખેતરો તેમજ પરા વિસ્તારમાં રહેણાક કરીને રહે છે.ત્યારે રહેઠાણ કરી ને રહેતા લોકોને રોજીંદા જીવન માટે ગામમાં અવરજવર કરવી પડે છે તેમજ શાળા એ બાળકોને ભણવા જવા આવવા મા તકલીફ પડે છે.ચોમાસાની સિઝનમાં તો કેડ સમા પાણી ભરાઈ જાય છે.
ક્યારે આ પાણીમાં બાળકોને ચાલીને આવું પડે છે.અને આ કાચા રસ્તા માં ચાલીને આવતા  બાળકોને પણ જીવનું જોખમ રહે છે.પશુપાલકો ખેડૂતો તેમજ વાહન ચાલકોને રસ્તા ને કારણે બહુ જ તકલીફ પડે છે.અને કાદવ કીચડ થી શાળાએ આવતા બાળકોનું શિક્ષણ પણ અટકી જાય છે.તો રસ્તા માટે તંત્ર વહેલી તકે જાગે અને કાચા રસ્તા માંથી પાકો રસ્તો બનાવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0