એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

(નૈમિષ ત્રિવેદી)

બુલડેક્સ ફ્યુચર્સમાં 105 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 293 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,72,710 સોદાઓમાં કુલ રૂ.15,231.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 53,384 સોદાઓમાં કુલ રૂ.3,290.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,075 અને નીચામાં રૂ.46,864 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 વધી રૂ.47,046ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.37,787 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,681ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,910ના ભાવે ખૂલી, રૂ.24 વધી રૂ.46,946ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,500 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,889 અને નીચામાં રૂ.61,395 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.247 ઘટી રૂ.61,554 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.202 ઘટી રૂ.61,809 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.213 ઘટી રૂ.61,796 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,764 સોદાઓમાં રૂ.2,494.54 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.90 વધી રૂ.244.05 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.30 વધી રૂ.272ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.11.90 વધી રૂ.740.75 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.21.5 વધી રૂ.1,515.20 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.90 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો – સોનાના વાયદાના ભાવમાં રૂ.306 અને ચાંદીમાં રૂ.1,641નો સાપ્તાહિક ઉછાળો

એનર્જી સેગમેન્ટમાં 47,934 સોદાઓમાં કુલ રૂ.4,463.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,055ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,193 અને નીચામાં રૂ.6,055 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.232 વધી રૂ.6,173 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.50 વધી રૂ.435.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,511 સોદાઓમાં રૂ.293.43 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,640ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1672 અને નીચામાં રૂ.1640 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.1,662.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,054 અને નીચામાં રૂ.16,960 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.17,010ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,152ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1170 અને નીચામાં રૂ.1148 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.50 વધી રૂ.1165.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12 ઘટી રૂ.931.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.380 ઘટી રૂ.30,650 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,820 સોદાઓમાં રૂ.1,657.60 કરોડનાં 3,530.541 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,564 સોદાઓમાં કુલ રૂ.1,633.09 કરોડનાં 264.460 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.324.40 કરોડનાં 13,415 ટન, જસતના વાયદાઓમાં રૂ.358.93 કરોડનાં 13,315 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,074.38 કરોડનાં 14,572.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.621.66 કરોડનાં 4,111.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.115.17 કરોડનાં 6,270 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 26,816 સોદાઓમાં રૂ.2,561.16 કરોડનાં 41,86,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,118 સોદાઓમાં રૂ.1,902.73 કરોડનાં 4,37,66,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.63 કરોડનાં 76 ટન અને કોટનના વાયદાઓમાં 1,019 સોદાઓમાં રૂ.89.54 કરોડનાં 29450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 161 સોદાઓમાં રૂ.6.69 કરોડનાં 71.64 ટન, રબરના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.0.36 કરોડનાં 21 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,295 સોદાઓમાં રૂ.196.21 કરોડનાં 16,890 ટનનાં કામકાજ થયાં હતાં.

આ પણ વાંચો – બીલ્ડર્સોએ તેમના ખરીદારોને કરેલા તમામ વાયદા પુરા કરવા પડશે : સુપ્રીમ કોર્ટ

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,562.118 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 637.417 ટન, એલ્યુમિનિયમમાં 17,495 ટન, જસત વાયદામાં 11,830 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,722.500 ટન, નિકલ વાયદામાં 3,541.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,440 ટન, ક્રૂડ તેલમાં 15,64,400 બેરલ અને નેચરલ ગેસમાં 87,21,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 113000 ગાંસડી, મેન્થા તેલમાં 468.72 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 71,420 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,911 સોદાઓમાં રૂ.160.06 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 360 સોદામાં રૂ.29.10 કરોડનાં 363 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 534 સોદાઓમાં રૂ.39.61 કરોડનાં 566 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,017 સોદાઓમાં રૂ.91.35 કરોડનાં 1,086 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,791 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,681 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,033ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,075 અને નીચામાં 13,970ના સ્તરને સ્પર્શી, 105 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1 પોઈન્ટ ઘટી 14,008ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,640ના સ્તરે ખૂલી, 293 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 245 પોઈન્ટ વધી 16,892ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 53,206 સોદાઓમાં રૂ.4,528.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.118.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.56.50 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,350.68 કરોડનાં કામકાજ થયાં હતાં.

(નૈમીશ ત્રીવેદી મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.