સોનાના વાયદાના ભાવમાં રૂ.306 અને ચાંદીમાં રૂ.1,641નો સાપ્તાહિક ઉછાળો

શેર કરવા અહીં ક્લિક કરો.

(નૈમિષ ત્રિવેદી)

એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 283 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 255 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 692 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.1,780ની વૃદ્ધિઃ કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ રબરમાં નરમાઈ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 25,71,964 સોદાઓમાં કુલ રૂ.2,02,984.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 255 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 692 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 283 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 9,35,140 સોદાઓમાં કુલ રૂ.44,952.64 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,507ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.46,990 અને નીચામાં રૂ.46,282 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.306 વધી રૂ.46,827ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.245 વધી રૂ.37,654 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 વધી રૂ.4,665ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,447ના ભાવે ખૂલી, રૂ.308 વધી રૂ.46,737ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.59,600 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,596 અને નીચામાં રૂ.59,320 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,641 વધી રૂ.61,258 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,631 વધી રૂ.61,484 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,633 વધી રૂ.61,494 બંધ થયો હતો.

આ પણ વાંચો – સોનાના વાયદાના ભાવમાં રૂ.918 અને ચાંદીમાં રૂ.3,081નો સાપ્તાહિક ધોરણે કડાકો

બિનલોહ ધાતુઓમાં 1,39,721 સોદાઓમાં રૂ.25,582.85 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.95 વધી રૂ.237.10 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.05 વધી રૂ.260ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.26.95 વધી રૂ.724.75 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.49.5 વધી રૂ.1,434 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.182ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 8,90,381 સોદાઓમાં કુલ રૂ.81,120.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,564ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,956 અને નીચામાં રૂ.5,509 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.289 વધી રૂ.5,860 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.80 ઘટી રૂ.424 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 23,380 સોદાઓમાં રૂ.3,138.51 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,516ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1642 અને નીચામાં રૂ.1505 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.95 વધી રૂ.1,611 બંધ થયો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,875ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,100 અને નીચામાં રૂ.16,670 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.16 ઘટી રૂ.16,866ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,134ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1194.40 અને નીચામાં રૂ.1118.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.12 વધી રૂ.1149.40 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.933 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,780 વધી રૂ.29,920બંધ થયો હતો.

આ પણ વાંચો – કોમોડિટી વાયદા બજારમાં સોદા કરવા માટે શું કરવું જોઈએ અને શું તકેદારી રાખવી જોઈએ ?

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,56,007 સોદાઓમાં રૂ.19,247.99 કરોડનાં 41,258.205 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,79,133 સોદાઓમાં કુલ રૂ.25,704.65 કરોડનાં 4,224.622 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,211.55 કરોડનાં 95,275 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,373.96 કરોડનાં 92,680 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.12,491.96 કરોડનાં 1,75,3600 ટન, નિકલના વાયદાઓમાં રૂ.7,355.65 કરોડનાં 52,5930 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,149.73 કરોડનાં 63,170 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 3,09,514 સોદાઓમાં રૂ.27,322.94 કરોડનાં 4,74,67,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 5,80,867 સોદાઓમાં રૂ.53,797.28 કરોડનાં 1,22,67,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 124 સોદાઓમાં રૂ.4.59 કરોડનાં 580 ટન અને કોટનના વાયદાઓમાં 10,525 સોદાઓમાં રૂ.935.28 કરોડનાં 320375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 582 સોદાઓમાં રૂ.24.11 કરોડનાં 260.64 ટન, રબરના વાયદાઓમાં 155 સોદાઓમાં રૂ.2.73 કરોડનાં 161 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 11,994 સોદાઓમાં રૂ.2,171.80 કરોડનાં 1,89,270 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,534.710 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 620.383 ટન, એલ્યુમિનિયમમાં 15,405 ટન, જસત વાયદામાં 8,305 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,932.500 ટન, નિકલ વાયદામાં 2,158.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,755 ટન, ક્રૂડ તેલમાં 9,83,000 બેરલ અને નેચરલ ગેસમાં 83,57,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 148 ટન, કોટનમાં 96875 ગાંસડી, મેન્થા તેલમાં 462.24 ટન, રબરમાં 75 ટન, સીપીઓમાં 68,130 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 21,472 સોદાઓમાં રૂ.1,758.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,586 સોદાઓમાં રૂ.726.55 કરોડનાં 10,477 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 10,403 સોદાઓમાં રૂ.912.74 કરોડનાં 11,429 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,483 સોદામાં રૂ.119.46 કરોડનાં 1,569 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,943 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,114 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સમાં 120 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,773ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,983 અને નીચામાં 13,728ના સ્તરને સ્પર્શી, 255 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 160 પોઈન્ટ વધી 13,928ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 15,700ના સ્તરે ખૂલી, 692 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 545 પોઈન્ટ વધી 16,276ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે શરૂ થયેલા એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,131ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,215 અને નીચામાં 5,932ના મથાળે અથડાઈ દિવસ દરમિયાન 283 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 8 પોઈન્ટ વધી 6,195ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,61,870 સોદાઓમાં રૂ.46,431.50 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,001.85 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.618.52 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43,799.24 કરોડનાં કામકાજ થયાં હતાં.

(નૈમીશ ત્રીવેદી મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.