પાલનપુરના બે શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના સોનામર્ગમાં 12007 ફૂટના ઉંચા શિખર પર તિરંગો લહેરાવ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુરમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતા બે શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના સોનામર્ગમાં 12007 ફુટના ઊંચા શિખર પર પહોંચી તિરંગો લહેરાવી સમગ્ર બનાસકાંઠા જીલ્લાનું નામ રોશન કર્યું છે.
પાલનપુરમાં રહેતા કુલદીપ કંસારા (કરણ) અને જયરાજ પટેલ (આકાશ) એ આ ઉંચા શિખર પર તિરંગો લહેરાવી પોતાના માતા પિતા તેમજ પાલનપુરમાં આવેલ ધ સ્કુલ ઓફ સાયન્સ સ્કૂલનું નામ પણ રોશન કર્યું છે. સોનામર્ગમાં આવેલ ટેબલ ટોપ ટ્રેક પિકનિકના 12007 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવતા તેઓને પ્રશંસા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. કુલદીપ અને જયરાજે તેમની તમામ ઉપલબ્ધિઓનો શ્રેય જવાહરલાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટનિયરીંગને આપ્યો હતો. અગાઉ પણ આ બન્ને પર્વતારોહીઓએ ઘણા બધા શિખર પર તિરંગો લહેરાવીને સમગ્ર પાલનપુર તેમજ બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.