ગરવી તાકાત મહેસાણા : કડીમાં આવેલ હિર ડેન્ટલ ક્લિનિક તથા દર્શ ક્લિનિક હોસ્પીટલ દ્ધારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો હતો. કડી કરણનગર રોડ ઉપર આવેલ ઉમાશિખર 1માં સેવા ના હેતુ થી
ત્યાં ના રહેતા રહેવાસીઓ માટે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમને કોઈ પણ બીમારી હોય તો તેમને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ કેમ્પ ત્યાં ના રહેવાસીઓ માટે ફ્રીમાં બીપી તથા ડાયા બિટીસ ની તપાસ દર્શ ક્લિનિક ના ડો. પિનલ પટેલ દ્ઘારા અને ડેન્ટલ માટે હિર ડેન્ટલ ક્લિનિક ના ડો. હિરલ પટેલ દ્ધારા દર્દીઓ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમને જરૂરી માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી હતી. તથા દર્દીઓ માટે વિવિધ રોગોનું નિદાન કેમ્પ માં ફ્રી કરવામાં આવ્યું હતું.
જેમાં ઉમા શિખર 1 ના રહેવાસીઓ દ્વારા આ કેમ્પ માં આશરે 42 વધુ લોકો એ લાભ લીધો હતો અને તમામ લોકોએ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. ડો. પિનલ પટેલ અને ડો. હિરલ પટેલ દ્ધારા દરેક દર્દીઓ માટે સેવા ના હેતુથી મદદરૂપ બન્યા હતા અને જરૂરી દર્દીઓ ને નિદાન કરવામાં આવ્યું હતું
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી