— ઠાકોર અમરતજી જે પાણી વહેણમાં તણાઈ ગયા હતા તે આખરે ધટના ની 48 કલાક બાદ મૃત્યુ પામેલ મળી આવ્યા :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા માં આવેલ ચારોલ ગામે સોમવાર ના સવારે યુવક અને તેમના મિત્ર બને જણા ખેતરમાં જઇ રહ્યા હતા ત્યારે વરસાદી પાણી નો વહેણ વધારે હોવાથી ગામ માં આવેલ તળાવ નજીક પાણી ના વહેણમાં તણાઈ જતાં યુવાન ઠાકોર અમરતજી પાણી માં ઘરકાવ થઈ ગયા હતા એન તેમના બીજા મિત્ર ગામ માં જઈ ને પરિવારન તથા ગામનાં લોકો ને ખબર પડતાં યુવાનને બચાવવા માટે દોડી આવ્યા હતા.
કડી તાલુકા ના સ્થાનીક તંત્ર ને પણ આ બાબતે ને જાણ થતાં તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા અને બનતી મદદ પરિવારજનો ને કરવામાં આવી હતી અને આખરે તંત્ર દ્વારા મહેસાણા તથા અમદાવાદ ની રેશકયું ટીમ ની પણ મદદ મેળવી હતી પણ લાબા સમય બાદ શોધખોળ કરતા ના મળી આવતા રેશક્યુ બંધ કરવામાં આવ્યું હતું. અને બુધવાર ના રોજ 48 કલાક બાદ આખરે યુવાન નો મૃત્યુ દેહ પાણી માં તરતા બહાર ની બાજુ માં આવતા વહેલી સવારે ગામના લોકો ત્યાં હાજર હતા તે દરમ્યાન યુવાન જોવા મળતા તેમને સ્થાનીક તરવૈયા ની મદદ થી યુવાન ના મૃત્યુ દેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો.
અને કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ ને જાણ કરતા તે પણ ધટના સ્થળે પહોચી ને કાયૅવાહી કરિને કડી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતું. કડી ચારોલ ગામે યુવાન ઠાકોર અમરતજી પાણી ના વહેણમાં તણાઈ જવાના ની ધટના ના 48 બાદ યુવાન નું મૃત્યુ દેહ મળી આવતા સમગ્ર પરિવાર શોકમય બની ગયું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી