ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી એસ.એ. સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કે.કે.શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ,થરામાં તા, 13/07/2022, ના રોજ ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી. ગુરૂપૂર્ણિમાના આ પવિત્ર પર્વની ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ કાંકરેજ તાલુકા કેળવણી મંડળના મંત્રીશ્રી જીતેન્દ્ર
ભાઈ સી. ધાણધારાએ ભારતીય સનાતન સંસ્કૃતિ અને સંસ્થાના આદ્યસ્થાપક સ્વ.શાંતિલાલ છોટાલાલ શાહ (ભગત સાહેબ)ને વંદન કરી ગુરૂપૂર્ણિમાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.

કાંકરેજ તાલુકા કેળવણી મંડળના કારોબારી સભ્ય તથા સંકુલના ભૂમિ દાતાશ્રી ચીમનલાલ સોનીના સુપુત્રશ્રી રાજેન્દ્રકુમાર સી સોનીએ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.કોલેજના પૂર્વ આચાર્યશ્રી ડૉ.હેમરાજભાઈ આર.પટેલે ભારતીય સનાતન સંસ્કૃતિ ગુરૂ પરંપરા તથા ગુરૂવાદને કેન્દ્રમાં રાખી સંસ્થાના આદ્યસ્થાપક ભગત સાહેબના સ્મરણો તાજા કરી વિદ્વતાપૂર્ણ પ્રેરક પ્રવચન અને ભાવાંજલિ પાઠવી હતી.
કોલેજના આચાર્ય ડૉ.ડી.એસ.ચારણે સ્વાગત પ્રવચન તથા સનાતન અને પ્રવર્તમાન યુગમાં ગુરૂનો મહિમા , જીવનમાં તેનું મહત્વ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી પ્રેરક પ્રવચન સાથે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પવિત્ર પર્વની ઉજવણીમાં કોલેજના તમામ અધ્યાપક ગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન પ્રા.ઝીલ વી.શાહે અને સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન કોલેજની વિદ્યાર્થિની મિત્તલબેન પી. દેસાઈએ કર્યું હતું
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ