કોરોના બાદ બેરોજગારી દર ખુબ મોટા પ્રમાણમાં વધી ગયો હતો. જેથી મહેસાણા જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે હેતુથી ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. ધોરણ 10 થી ગ્રેજ્યુએટ અને આઇ.ટી.આઇ પાસ 18 થી 35 વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. આ ઇ-રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર વાંચ્છુઓએ ઓનલાઇન લીન્ક http://rb.gy/bjyjmn પર 15 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ પણ વાંચો – ભારત બંધ : આપીયા આંદોલનમાં જોડાય એ પહેલા જ ઘરેથી અટકાયતો કરાઈ
આ ઉપરાંત પણ સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારો માટે પણ 30 દિવસીય વિનામુલ્યે તાલીમ આપવા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવાર 10માં માં 45 ટકા ઓછામાં ઓછા હોવા જોઈયે તથા 17.05 થી 21 વર્ષ સુધીના ઉમેદવારને તાલીમ આપવામાં આવશે એવી જાહેરાત કરવામા આવી હતી.