8 ડીસેમ્બર ના રોજ ખેડુતોએ આપેલા ભારત બંધને સમર્થન કરી રહેલ ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઘરેથી અટકાયત કરવામાં આવી છે. જેમાં પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી તથા અન્ય કાર્યકર્તાઓની પોલીસે ઘરેથી અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશને લવાયા હતા.
આ તરફ પાર્ટીના મહેસાણા જીલ્લા અધ્યક્ષ હસમુખભાઈ પટેલને પણ ભારત બંધના કાર્યક્રમમાં જોડાય એ પહેલા જ ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. હસમુખભાઈ પટેલે તેમની ધરપકડને ભાજપના તાનાશાહી અભિગમ સાથે જોડી હતી.
આ સંદર્ભે ભેમાભાઈ ચૌૈધરીએ કહ્યુ હતુ કે અમે ભારત બંધનુ સમર્થન કરી રહ્યા છીયે એટલે ભાજપની તાનાશાહી સરકાર પોલીસનો દુરઉપયોગ કરી અમારી પાર્ટીના પદાધીકારીઓ, કાર્યકર્તાઓને નજરકેદ કરી, અમારી અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે એનો જવાબ ગુજરાતની જનતા ચુંટણીમાં આપશે.