હરિયાણામાં ખેડૂતો 26 મેના રોજ કાળો દિવસ મનાવશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દેખાવ કરી રહ્યા હતા. તે દરમ્યાન હરિયાણાના હિસારમાં પોલીસે ખેડૂતો પર ટીઅરગેસનો મારો ચલાવ્યો હતો. તેમના પર બળપ્રયોગ પણ કર્યો હતો. ખરેખર ખેડુતો હરીયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરના કાર્યક્રમનો શાંતીપુર્ણ વિરોધ કરી રહ્યા હતા. આથી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો જેમાં અનેક ખેડૂતો ઘવાયા છે.  આ દરમ્યાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હિસારમાં ચૌધરી દેવીલાલ સંજીવની કોરોના હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.

પોલીસે કહ્યું હતું કે ખેડૂતો આ કાર્યક્રમને અવરોધવા માગતા હતા. એટલા માટે જ કાર્યવાહી કરવામાં આવી હતી. ખેડૂતો બેરિકેડ્‌સ તોડી આગળ વધી રહ્યા હતા. પોલીસે તેમને અટકાવ્યા હતા. ખેડૂતોએ આ દરમિયાન પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં અનેક પોલીસકર્મી ઘવાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પોલીસે કેટલાક પ્રોટેસ્ટરની ધરપકડ પણ કરી છે જેમાં મહિલાઓ પણ સામેલ છે.

હીસ્સારમાં પોલીસ દ્વારા ઘાયલ થયેલ પ્રોટેસ્ટર

ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરાવવાની માગ પર અડગ છે. તે 26 મેના રોજ દિલ્હી સરહદે કાળો દિવસ મનાવવા ઈચ્છે છે. આ દિવસે જ ખેડૂત આંદોલનને છ મહિના પૂરાં થઈ જશે. દરમિયાન મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે ખેડૂતોએ ઘરે પાછા ફરી જવું જાેઈએ. તેઓએ કોરોના સંક્રમણને રોકવામાં સરકારને મદદ કરવી જાેઈએ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.