દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાત માથે પણ Tauktae સાયક્લોનનો ખતર મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને દરિયાકાંઠે ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવ્યું છે. જેના પગલે હવે ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની બની છે. ગુજરાતના કોસ્ટલ એરીયાને ગ્રેટ ડેન્જર સિગ્નલ લાગ્યું તેનો મતલબ એવો છે કે વાવાઝોડું પાર્ટ નજીકથી પસાર થશે કે પોર્ટ પર ટકરાશે ત્યારે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડશે, જેના પગલે સ્થિતિ વધારે બગડી શકે છે. ગ્રેટ ડેન્જર સિગ્નલને 10 નંબરનું સિગ્નલ પણ કહેવામાં આવે છે. આ સિગ્નલ ભાગ્યે જ લગાવવામાં આવતું હોય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Tauktae Cyclone 17 મે રાત્રે આઠથી 10 વાગ્યા વચ્ચે દીવથી 20 કિલોમીટર દૂર દરિયા કિનારાથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 18મી મેના શરૂઆતની કલાકોમાં જ આ વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Tauktae Cyclone ને લઈને બંદર પર 4 નંબરનું સિગ્નલ હટાવીને 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે. ચોપાટી વિસ્તારમાં ફરતા લોકોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારે વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અમરેલી,ગીર સોમનાથ, વેરાવણ,ભાવનગર જેવા કોસ્ટલ એરીયામાં 10 નંબરનુ સીગ્નલ લગાવાયુ છે. ભાગ્યે જ લાગતું આ સિગ્નલ વાવાઝોડાની ગંભીરતા બતાવે છે. આ વિસ્તારમાં ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે.