(ગરવી તાકાત) મહેસાણા તા.૧૮
મહેસાણાના કમળ પથ પર આજે એક ગાડી પલટી મારતા ગાડી ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.સમગ્ર અકસ્માત ની ઘટના દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ ગાડી ચાલકની મદદ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.મહેસાણામા અવારનવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે આજે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ગંદા નાળા પર સર્પાકાર આકાર મા બનાવવામાં આવેલા કમળ પથ પર આજે એક ગાડી ય્ત્ન૦૨છॅ૪૮૮૮ ચલાક અગમ્ય કારણોસર તેની ગાડી પર કાબુ ગુમાવી બેસતા ગાડી ડિવાઈડર કૂદી રોગ સાઈડ પર જઈ પડી હતી.
આ દરમિયાન ગાડી આડી થઈ જતા ચાલક યુવક ગાડીમાં ફસાયો હતો જાેકે અકસ્માત ની ગણતરી ની મિનિટોમાં ત્યાં પસાર થતા લોકો દોડી આવી ગાડી સીધી કરતા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.જેમાં ગાડી ચલાકના શરીરે ઇજાઓ અને લોહી વહયું હતું.સમગ્ર કેસમાં સ્થાનિક લોકોએ યુવકને સારવાર માટે ખસેડાયો હતો.તેમજ ગાડી ને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું.