કડીના વામજ ગામે તબેલામાં પડેલો ઘાસચારો બળીને ખાખ, ડીપીમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી આગ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના વાવજ સીમમાં આવેલ તબેલા ની અંદર આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાની ઘટનામાં માં પડેલ ધાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ઘટનાની જાણ કડી નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા ઘટના સ્થળે ફાયર ફાયટરો પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી

 કડી તાલુકાના વામજ થી મેડા આદરજ જવાના રસ્તા ઉપર તબેલામાં આગ લાગવાની ઘટના બની હતી વામજ ગામે રહેતા બાલકૃષ્ણ ભાઈ પટેલ કે જેઓ ખેત મજૂરી કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને જેઓનો તબેલો વામજ મેડા આદરજ જવાના રસ્તા પર આવેલ છે જ્યાં તેમના તબેલામાં આગ લાગવાની ઘટનાની જાણ તેઓને થતા તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા.
 કડી તાલુકાના વામજ થી મેડા આદરજ રોડ ઉપર આવેલ તબેલામાં આગ લાગવાની ઘટના બની હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા જે દરમિયાન વામજ થી મેડા આદરજ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન રસ્તામાં ધુમાડા જેવું દેખાતા તેઓ સ્થળ ઉપર ઉભા રહી ગયા હતા અને જોયું તો તબેલાની અંદર ઘાસચારો સળગતો જોવા મળ્યો હતો જ્યાં ભારતીય જનતા પાર્ટીના વિનોદભાઈ પટેલ તેમજ ભાજપના ઉમેદવાર કરશનભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ રાવળ,દિપક પટેલ, અશ્વિનભાઈ પટેલ સહિતના લોકો ઘટના સ્થળે દોડ્યા હતા અને કડી નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી
તેમ જ તબેલાના માલિકને કાર્યકર્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી જ્યાં કડી નગરપાલિકાના ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહા મુસીબતે આગને કાબુમાં લીધી હતી જ્યારે કડી નગરપાલિકાના કર્મચારી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ઘાસ ચારા ની બાજુમાં ઇલેક્ટ્રોનિક ડીપી આવેલી છે અને જેના અંદર વાયર શોર્ટ સર્કિટ થતા જેના તણખા ઘાસ ઉપર પડ્યા હતા અને ઘાસચારાને આગ લાગી હતી જ્યાં આગ લાગવાની ઘટનાથી હજારો રૂપિયાનો ઘાચારો બરીને ખાસ થઈ ગયો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.