કડી તાલુકાના મણીપુર અને પિરોજપુર પાસેની નર્મદા કેનાલમાંથી 2 બાળકોની લાશ મળી

November 23, 2022
ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં જીવા દોરી ગણાતી નર્મદા કેનાલ 26 કિલોમીટરના ઘેરાવવામાં આવેલી છે અને જીવા દોરીને લોકોએ આત્મહત્યા કરવાનું સ્થળ બનાવી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કડી તાલુકાના મણીપુર અને પીરોજપુર મુખ્ય નર્મદા કેનાલોમાંથી બે લાશો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા નથી જવા પામ્યો હતો અમદાવાદના રાયપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પિતાએ બે નાના પુત્રો સાથે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી
પિતા વિનોદભાઈની લાસ ખોડીયાર ખોરજ નર્મદા કેનાલ માંથી મળી આવી હતી અને ગઈકાલે તેમના એક પુત્રની લાસ કડી તાલુકાના મણીપુર પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ માંથી મળી આવી હતી અને આજે સવારે કડી તાલુકાના પિરોજપુર પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી બીજા પુત્રની લાશ મળી આવી હતી ઘટનાની જાણ કડી પોલીસને થતા પોલીસ દોડી આવી હતી અને વિનોદભાઈ ઠાકોર ઉંમર વર્ષ.3 રીશપ વિનોદભાઈ ઠાકોર ઉંમર વર્ષ 5 બંનેની લાશનું પીએમ કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું
અને બંને લાસ નું પીએમ કરીને પોલીસે વાલી વારસોને લાશોને સોંપવામાં આવી હતી જોકે પિતાએ બંને પુત્રો સાથે કેમ આત્મહત્યા કરવી પડી જેનું કારણ હજુ અકબંધ છે અને દસકોઈ તાલુકાના વિનોદભાઈ ઠાકોરે બે પુત્રો સાથે આત્મહત્યા કરવી પડી તે હવે પોલીસ કાર્યવાહી કાર્યવાહીમાં જ બહાર આવશે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0