અરવલ્લીના મોડાસા-માલપુર હાઇવે પર સર્જાયો અકસ્માત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મોડાસા માલપુર હાઇવે પર ગતરાત્રીએ અકસ્માત સર્જાયાની ઘટના બનવા પામી હતી. મોડાસા માલપુર હાઇવે પર આવેલ ફરેડી ગામે પાસે એક કાર ચાલક દ્વારા બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને લઇ બાઈક ચાલક અને બાઈક પર સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ હાઇવે પર અનેક વાર અકસ્માતો સર્જાય છે. હાઇવે પર સ્કૂલ ,દૂધ મંડળી હોવાથી લોકોની અવરજવર થતી રહેતી હોય છે. જેને લઇ હાઇવે પર બમ્પ બનાવવાની માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાગીરી કરવામાં આવી નથી. જેને લઇ આ અકસ્માતની ઘટનાની જાણ થતા ફરેડી ગામના ગ્રામજનોના ટોળે-ટોળા ઉમટી પડી હાઇવે પર ચકકાજામ કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પડ્યો હતો અને હાઇવે પર બેસેલા ગ્રામજનોને સમજાવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.