રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સીઝને લોકોને નિરાશ કર્યા છે. જેમાં સૌથી વધુ નુકશાન ખેડુતોને પડ્યુ છે. એક તરફ ખાતરના ભાવમાં પણ વધારો થયો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે શિયાળુ વાવણીનો અંદાજ ઓછો આંકવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ શિયાળુ સીઝનનો વાવણીનો અંદાજ 10.74 લાખ હેક્ટર છે. જે ગત વર્ષે 11.45 લાખ હેક્ટર હતી.
ઉત્તર ગુજરાતના 5 જીલ્લાના વાવેતરનો અંદાજ 10.74 લાખ હેક્ટર રાખવામાં આવ્યો છે. મહેસાણામાં ગત વર્ષે 1.88 લાખ હેક્ટર વાવણી સામે ચાલુ વર્ષે 1.71 લાખ હેક્ટરનો અંદોજો લગાવાયો છે. જેથી 17 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. પાટણમાં ગત વર્ષે 1.88 લાખ હેક્ટર વાવણી સામે ચાલુ વર્ષે 1.71 લાખ હેક્ટરનો અંદોજો લગાવાયો છે. જેથી 11 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. એવી રીતે બનાસકાંઠામાં ગત વર્ષે 4.97 લાખ હેક્ટર વાવણી સામે ચાલુ વર્ષે 4.82 લાખ હેક્ટરનો અંદોજો લગાવાયો છે. જેથી 15 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. અરવલ્લીમાં ગત વર્ષે 1.31 લાખ હેક્ટર વાવણી સામે ચાલુ વર્ષે 1.17 લાખ હેક્ટરનો અંદોજો લગાવાયો છે. જેથી 14 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. સાબરકાંઠામાં ગત વર્ષની સરખામણી કરતાં 14 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં કુલ મળી વાવણીમાં 71 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે.
અનિયમીત વરસાદના કારણે મહેસાણા સહીત જોટાણા જેવા પંથકમાં ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયુ છે. જેથી ખેડુતોઓ શિયાળુ પાક રાયડો, ઘઉ જેવા પાકોની વાવણીની શરૂઆત કરી છે. ઓછા વરસાદના પગલે ડેમોમાં પણ ઓછુ પાણી હોવાથી પાકના વાવેતર પર અસર પડવાની ભીંતી છે.