-
નંદાસણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે બી ખાટ એક્શન મૂડમાં બુટલેગરો માં ફફડાટ
-
લાખો રૂપિયાના વિદેશી દારૂ સહિત પાંચ લકઝરૂયીસ ગાડીઓ અને ડમ્પર સ્થળ ઉપરથી જપ્ત કર્યા
-
વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી
કડીના ઝુલાસણ ગામની સીમમાં રાજસ્થાનના શખ્સો દ્વારા થયી રહેલા વિદેશી દારૂના કટીંગ સમયે નંદાસણ પોલીસ ત્રાટકી હતી.પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને પાંચ ગાડી અને એક ડમ્પર સહિત નો મુદ્દામાલ જપ્ત કરી પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નંદાસણ પોલીસ મથકનો રાજેન્દ્રસિંહ કિરવતસિંહ ,સંજયસિંહ અજિતજી સહિતનો સ્ટાફ વન મોબાઈલમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ઝુલાસણ નજીક આવતા એક સફેદ કલરની આઈ 20 ગાડી પાનસર-ઝુલાસન રોડ ઉપરથી ઝુલાસન ગામ તરફ આવતી હોવાથી તેને ચેક કરવા ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી દીધી હતી જેનો પોલીસ દ્વારા પીછો કરતા તેને ઝડપી પાડી હતી જેમાં ચાલક અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો જ્યારે બીજા ઇસમ ઝડપાયી ગયો હતો.ગાડીમાં તપાસ કરતા અંદર વિદેશી દારૂ ભરેલ હોય તેની પૂછતાછ માં તે થોડાક દૂરથી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યો હોવાની હકીકત મળતા પોલીસે બીજા માણસો બોલાવી પાનસર રોડ ઉપર ખુલ્લા ખેતરોમાં એક ડમ્પર માંથી વિદેશી દારૂ નાની ગાડીઓમાં કટીંગ ચાલી રહ્યું હતી.પોલીસની ગાડી ની હેડ લાઈટ જોઈ કટીંગ કરી રહેલા ઈસમો ભાગી છૂટ્યા હતા.પોલીસે સ્થળ ઇપર જઈ તપાસ કરતા ડમ્પર માં બાજુમાં પડેલ નાની ગાડીઓમાં વિદેશી દારૂ ભરેલો હતો.પોલીસે તમામ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં લાવી તેની ગણતરી કરતા રૂ.25,04,114 /-નો વિદેશી દારૂ અને ઇનોવા,ક્રેટ, સ્વીફ્ટ,ડમ્પર,આઈ 20 સહિતની ગાડીઓ અને મોટર સાયકલ તથા મોબાઇલ મળી કુલ રૂ.55,35,114/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુનામાં સામેલ આરોપીઓ
- જુજારામ ભેમારામ જાટ
- દેવારામ ભટ્ટ
- અરવિંદ નાનકારામ જાટ
- પ્રકાશ સદારામ સુથાર
- આશિષ ઉર્ફે આસુમલ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ