મહેસાણા નગરપાલીકાના સત્તાધીશોના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનુ આંદોલન – Fire NOC માટે 2 લાખની માંગ થતી હોવાનો આક્ષેપ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજપ શાસિત મહેસાણા નગરપાલીકામાં અવાર – નવાર ટેન્ડર આપવા મામલે કૌભાંડો સામે આવતા રહે છે. જેને પગલે વિપક્ષી નેતાઓ દ્વારા આરટીઆઈની માહીતી માંગવામાં આવતાં, માહિતી પણ ના અપાતાં કોંગ્રેસના અગ્રણીઓએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. 

મહેસાણા નગરપાલીકામાં કોમર્શીયલ રેસીડેન્સી, જીઆઈડીસી વિસ્તારમાં એનઓસીના સર્ટીફીકેટ તથા શહેરમાં Dor To Dor કચરા ઉઠાવવાના ટેન્ડર મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી પરંતુ માહિતી ના આપવામાં આવતાં આજે કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને ફુલ આપી આદોલનની શરૂઆત કરી છે.  નગરપાલીકાના ભ્રષ્ટાચાર સામે તથા માહિતી ઉપર કુંડળી મારીને બેસી જનાર ચીફ ઓફીસરની વિરૂધ્ધમાં કોંગ્રેસના જયદીપસિંહ ડાભી ઘનશ્યામ સોલંકી મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેઘાબેન પટેલ ભૌતિક ભટ્ટ, સુરેશ દવે, રાજેશ પરમાર, દિપક ચાવડા, અશોક ઠાકોર, પ્રકાશ પટેલ, અલકાબેને આંદોલનની શરૂઆત કરી છે. 

મહેસાણા નગરપાલીકા દ્વારા  Dor To Dor કચરો ઉપાડવાના કોંન્ટ્રાક્ટમાં 1700 રૂપીયાની જગ્યાએ 2500 રૂપીયા ચુકવાઈ રહ્યા છે. જેથી મહેસાણાની જનતાને તેનુ આર્થીક નુકશાની ભોગવવી પડી રહી છે. આ સીવાય કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે કે, ફાયર વિભાગની એનઓસી આપવામાં 2 લાખની માંગણી કરવામાં આવે છે. જેથી આ મામલે અમે આરટીઆઈ કરી તો અમને માહિતી જ આપવામાં નથી આવી. નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા આરટીઆઈની વિગતો નહી અપાતાં ક્યાંકને ક્યાંક કોંગ્રેસના તમામ આરોપીની પૃષ્ઠી થઈ રહી હોય તેવુ માલુમ પડી રહ્યુ છે. જેથી ભ્રષ્ટાચારને મામલે કોંગ્રેસના અગ્રણીઓએ આંદોલનની માર્ગ અપનાવ્યો છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.