ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ મામલતદાર કચેરી આગળ કોંગ્રેસ કાર્યકરોએ અગ્નિપથ યોજનાનો વિરોધ દર્શાવી હાથમાં ધ્વજ લઈ દેખાવો યોજ્યા. તે સાથે ખેરાલુ, વડનગર, સતલાસણાના કોંગી આગેવાનો ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ પાણીથી ભરવા માંગ મુકી.
ખેરાલુ પંથકના યુવાનો અને કોંગેસ પાર્ટી દ્વારા મામલતદાર કચેરી આગળ આવી અગ્નિપથ યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો. તે સાથે ખેરાલુના ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવમાં પાણી નાખવામાં આવે તેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સરકાર અગ્નિપથ યોજના રદ્દ નહી કરે નહી તો કોંગ્રેસ પક્ષ ગાંધીચિધ્યા માર્ગે અહિંસક આંદોલન અને ધરણા કરી નવયુવાનોનો અવાજ બુલંદ કરશે. બીજી તરફ ખેરાલુ, સતલાસણા, વડનગર, ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના પશુપાલકોની માંગ મુકી ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવમાં પાણી લાવવામાં રજૂઆત કરી હતી.
રજૂઆતો છતાં પરિણામ નહિ આવતાં ખેડૂતો સિંચાઈથી વંચિત રહે છે. જ્યારે યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને સિક્યુરીટી ડિપોઝીટના નામે નોટીસનો વિરોધ દર્શાવ્યો હતો. આમ, પરેશાન બનેલા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી મુકી છે.