ભાભર તાલુકાના ખારા ગામે 1 જ કોમના 2 જુથ વચ્ચે અથડામણ

June 28, 2022

ગરવી તાકાત પાલનપુર :  ભાભર તાલુકાના ખારા ગામે અદાવતના કારણે 2 જુથો સામસામે આવી ગયા જેમાં પ્રાણઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર હૂમલો થતાં 7 ઈસમોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ભાભર પોલીસે આવી બન્ને પક્ષોના 24 શખસો વિરુદ્ધ ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ભાભર તાલુકાના ખારા ગામે રવિવારના રોજ જુની અદાવતને લઇ એક જ કોમના બે જુથ્થો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો. આ જુથ અથડામણમાં ટોમી, લાકડી, કાતરી, ધારિયા સહિત તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા

1 મહિલા સહિત સાતથી વધુ ઈસમોને ઇજાઓ થવા પામી હતી. જેની જાણ ભાભર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ ઘયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

ભાભર પોલીસ મથકે વેલાભાઈ ચમનાભાઈ ઠાકોર અને વેરસીજી હેમતજી ઠાકોર આમ બન્ને જુથના ઈસમોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામસામે 24 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0