— ઇન્દિરાનગર માં 25 પરિવાર ના બાળકો રોજે રોજ કાદવ-કીચડમાં થી પસાર થાય છે :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરેક ગામડાઓને ડિજિટલતેમજ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમુક ગામડા તાલુકા તેમજ જિલ્લા કક્ષા ની નજીક માં હોવા છતાં આજે પણ રોડ રસ્તા તેમજ આરો
ગ્યની દ્રષ્ટિએ હજુ વંચિત હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે સરસ્વતી તાલુકામાં આવેલ જાખા ગામ મા ઇન્દિરા નગર આવેલું છે.ગામની અંદર 30.થી40 અનુસૂચિત જાતિના પરિવારો વસવાટ કરે છે.તે ગામ ના 25 પરિવારો પરા વિસ્તાર મા વસવાટ કરે છે.
![](https://garvitakat.com/wp-content/uploads/2022/06/8c65be41-17db-479c-aff2-5f9f6286f4a9-278x300.jpg)
ઇન્દીરા
નગર પરા મા થી ગામમાં આવવા માટે કાચા કાદવ-કીચડ રસ્તા પર ચાલીને આવવું પડે છે. જ્યારે ચોમાસામાં ભયંકર કાદવ-કીચડ થતા શાળાએ જતા બાળકોને જીવના જોખમે અભ્યાસ શાળાએ આવવું પડે છે.તેમજ દવાખાનું ડીલેવરી નો પ્રસંગ હોય કે કોઈ બીમાર વ્યક્તિ હોય ત્યારે તો આ કાદવ-કીચડ માં લોકો ચાલી ને હેરાન-પરેશાન થઇ જાય છે.
![](https://garvitakat.com/wp-content/uploads/2022/06/IMG-20220628-WA0153-225x300.jpg)
આ રોડ નું આર.સી.સી કામકાજ કરવામાં આવેલ છે પરંતુ તે અઘરું મુકવામાં આવેલ છે .આ અધુરા કામ ના રસ્તા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.તો બીજી બાજુ સામાજિક કાર્યકર નરેન્દ્ર પરમાર એ તારીખ 29 9 2021 ના રોજ સરસ્વતી ટીડીઓ તેમજ ડીડીઓ અને કલેકટરશ્રી ને આ બાકી રહેલા કાચા રસ્તા માટે ની જાણ કરેલ છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્ય થયેલ નથી. ગામલોકોને ઉગ્ર માંગણી છે કે વહેલી તકે સરકાર અમારી આ માગણીને પૂરી કરે નહીંતર ભુખહતાલ તેમજ જિલ્લા લેવલે ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ