— પોલીસે ફરિયાદ આધારે સલ્લા ગામના સરપંચ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના સલ્લા ગામે રહેતી એક અનુસૂચિત જાતિની મહિલાને સલ્લા ગામના સરપંચ દ્વારા જાતિ અપમાનિત કરી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે. જે આધારે પોલીસે સરપંચ સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના સલ્લા ગામના રહેવાસી મંજુલાબેન જયંતિભાઈ પરમાર તેમના દેરા
ણી સાથે બપોરના સુમારે ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે વખતે તેમના ગામના સરપંચ રમેશભાઈ મફાભાઈ કોટડીયા તેમજ તેમની સાથે માધાભાઈ ઉમેદભાઈ કોટડીયા અને ભીખાભાઇ ઉજાભાઇ સવાયા સામે મળ્યા હતા અને મહિલાનો વર્ષો જૂનો વાડો આવેલ હોઈ તે વાડામાં ગાયો બેઠેલ હોઈ સરપંચે કહેલ કે આ વાડામાં ગાયો તે બેસાડી છે

તેમ કહી જાતિ અપમાનિત શબ્દો બોલી કહેલ કે તમારા પરીવારને ગામ ખાલી કરાઇ દઇશ તેમ કહી ગડદાપાટુનો માર મારી અને તેમના દેરાણીને પણ લાફો મારેલ તેમજ સાથેના અન્ય બે ઇસમોએ પણ અપશબ્દો બોલેલ હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોઇ અને ગડદાપાટુનો મારમારી ઈજા થયેલ હોઈ હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર