— પાલનપુરના માલણ દરવાજાની પ્રા.શાળાના જર્જરીત મકાનની શિક્ષણ સમિતિના ચેરમેને લીધી મુલાકાત :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનું મકાન ગમે ત્યારે કડડભૂસ થઈ જાય તેવી સ્થિતિમાં ઊભેલું હોઈ શાળાની છત સહિત આખુ મકાન ઠેક ઠેકાણેથી જર્જરીત જણાઈ રહ્યું હતુ. જે અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિધ્ધ થતાં આજે બનાસ
કાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા જાત નિરીક્ષણ કરી નવા બાંધકામની કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.

પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત હાલતમાં હોઈ શાળાના છતના પોપડા ખરતા દેખાઈ રહ્યા હતા. શાળામાં ૯૫ ટકા અભ્યાસ કરતાં બાળકો શ્રમિક અને ગરીબ પરિવારના અભ્યાસ કરવા આવે છે. ચાલુ શાળાએ પોપડા પડતા હોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવા તેવી ભી
તી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તક આવેલી આ શાળામાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક સરકારી શાળાના મકાનનું રિનોવેશન કામ હાથ ધરાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી હતી. આ બાબતે મિડિયામાં પણ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં.

જેને લઈ આજે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ દ્વારા શાળાની રૂબરૂ મુલાકાત લઈ નવીન બાંધકામ કરવાની કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી હતી. આ સમયે જાગૃત કોર્પોરેટર તેમજ કોંગ્રેસ સમિતિ ના ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહી શાળાના બાંધકામથી માહિતગાર કરી આગળની કાર્યવાહી ઝડપી કરવા રજુઆત કરી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર