ગરવી તાકાત,મહેસાણા

ગુજરાત રાજયની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાથમિક શાળાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી 20 હજાર થી પણ વધુ શિક્ષકોની ઘટ છે. જે સરકારી શાળાઓમાં લાખો ગરીબ વિર્ધાથીઓ અભ્યાસ કરતા હોવાથી સરકાર ને એમની કોઈ પરવા ન હોય એમ વર્ષોથી અટકી પડેલી ટેટ-ટાટ ની ભરતી કરવામાં નથી આવી રહી. 

અટકી પડેલી ભરતી અંગે આજે મહેસાણા કલેક્ટર મારફતે ટેટ-ટાટ ના શીક્ષીત બેરોજગારો દ્વારા સરકારને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં તેઓ જણાવ્યુ હતુ  કે અત્યાર સુધી તો સરકાર 2018 ના જી.આર. નુ બહાનુ કાઢી ભરતીની પ્રક્રીયા અટકાવી રાખી હતી પરંતુ  હાઈકોર્ટે આ જી.આર. નુ નિરાકરણ લાવી દીધુ હોવા છતા પણ સરકાર આ ભરતી અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી શરૂ કરી નથી રહી. જો સરકાર ગ્રાન્ટેડ ભરતીના ફોર્મ અત્યારે નહી ભરાવે તો હજારો TAT પાસ બેરોજગાર તેમની ઉમેદવારી વગર વાંકે ગુમાવશે અને તેમની ડીગ્રી અને વર્ષોની મહેનત પરિણામથી વંચીત રહેશે, જેથી ભરતી પ્રક્રીયા સરૂ કરી સરકાર સંવેદનશીલ બની ટેટ ટાટના બેરોજગારોને રોજગાર આપવાનુ કામ કરે એવી માંગ કરી હતી.

આ પણ વાંચો – લોકડાઉનમાં 5 હજાર પ્રવાસી શિક્ષકોને વેતન ન મળતા વિધાનસભામાં મુદ્દો ગુંજશે

માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક તથા ગ્રાન્ટેડ શાળાઓમાં શીક્ષક ની ભરતી ની પ્રક્રીયામાં કોઈ અંસગતતા ન હોવા છતા પણ સરકાર શીક્ષકોની ભરતી અંગે કોઈ પગલા નથી ભરી રહી જેથી રોજે રોજ શીક્ષત બેરોજગારોનુ પ્રમાણ રાજ્યમાં વધી રહ્યુ છે. જેમા ટેટ – ટાટના બેરોજગારો છેલ્લા 5 વર્ષથી તેમની માંગો ને લઈ સરકાર સામે સતત સંઘર્ષ કરતા જોવા મળે છે. સરકારે ભરતી પ્રક્રીયા રોકી રાખેલ હોવાથી ઘણા બેરોજગારો ચીંતીત થઈ રહ્યા છે કે તેમની  ઉમર આવા સંઘર્ષો કરવામાં જ પાકી ન જાય? અને તેમની પ્રતીભા સરકારની લેટ લતીફી ને કારણે દબાઈ ના જાય.

 

 

Contribute Your Support by Sharing this News: