ગરવી તાકાત, મહેસાણા
બહુચરાજી તાલુકાના એક ગામમાં ચાર શખ્સોએ બળાત્કાર ગુજારી યુવતિને ગર્ભવતી બનાવી હોવાનું ભારે ચર્ચાસ્પદ !!
બહુચરાજી તાલુકાના એક ગામમાં એક યુવતિને ચાર શખ્સોએ સામુહિક બળાત્કારનો ભોગ બનાવી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી અને યુવતિના પિતાએ બળાત્કારીઓ સાથે મળી તેણીને ખાનગી હોસ્પિટલમાં કીરીયેટન કરાવી ચાર હવસખોર શખ્સો પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા પડાવી લઇ આ સામુહિક બળાત્કારની ઘટના પર પડદો પાડી દીધો હોવાનું બહુચરાજી પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.
આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ
બહુચરાજી તાલુકાના એક ગામની શરમજનક ઘટના બની હોવાનું સમગ્ર બહુચરાજી પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તાલુકાના એક ગામમાં ચાર નરાધમ શખ્સોએ ભેગા મળી હવસનો ખેલ ખેલ્યો હોવાની શરમજનક ઘટના બની હોવાની ચર્ચાઇ રહ્યું છે. જેમાં એક ગામમાં ચાર શખ્સોએ ભેગા મળી એક યુવતિને પંખી નાખી હવસનો શિકાર બનાવી હતી અને આ ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર કર્યો હોવાનું તેમજ યુવતિને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી અને આ તમામ શખ્સો તેમજ તેના પિતા સાથે મળી યુવતિના ત્રણ માસના ગર્ભેને ખાનગી હોસ્પિટલમાં જઇ પડાવી દેવામાં આવ્યું હોવાનું બહુચરાજી પંથકની પ્રજામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
આ ચાર બળાત્કારીઓનું પોતને ઢાંકવા માટે ભોગ બનનાર યુવતિના પિતાએ ચારેય શખ્સો પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લઇ સમગ્ર બળાત્કારની શર્મનાક ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કરી અને આ શરમજનક બળાત્કારની ઘટના બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી કે પોલીસને જાણ પણ કરવામાં આવી નથી પરંતુ આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. પિતા દ્વારા રૂપિયા ખંખેરી સમગ્ર સામુહિક બળાત્કારની ઘટના પર પડદો પાડી દેવામાં આવ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.