બેચરાજી APMC માં મતદાનના સમયે બન્ને પ્રતીદ્વંધીના સમર્થકો વચ્ચે હોબાળો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,બેચરાજી
મહેસાણા જિલ્લા બેચરાજી તાલુકા ની APMC ની ચૂંટણીનુ મતદાન આજે  હોઈ અહિ બેચરાજી APMC   ના વર્તમાન ચેરમેન અને પુર્વ ગ્રુહમંત્રી રજની પટેલ સમર્થીત માણસો ચુંટણીમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. આ ચુંટણીમાં સરકારે સોશીયલ ડીસ્ટન્સની  ગાઈડલાઈન નુ પાલન કરવાની સલાહ આપી હોવા છતા પણ પોલીંગ બુથ ઉપર મતદારો અને પોલીંગ એજન્ટ દ્વારા ખુદ સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા નુ સામે આવ્યુ હતુ. 

આ પણ વાંચો – રજની પટેલના ઈશારે અમારી અટકાયતો કરાઈ, બેચરાજી APMC ના ચેરમેનના જુથનો મોઢેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો

આજે મતદાન ના સમયે બેચરાજી APMC  ના ચેરમેન અને રજની પટેલના જુથ વચ્ચે કોઈ બાબતે બબાલ થતા બન્ને જુથ વચ્ચે ઘર્ષણ પેદા થયુ હતુ જેમાં પોલીસની હાજરીમાં પણ બન્ને જુથના માણસો એકબીજા સાથે બબાલમાં ઉતરી આવ્યા હતા. જે વિવાદને રોકવા માટે પોલીસના જવાનો દ્વારા પોલીંગ એજન્ટો અને મતદારોને એક બીજાથી છુટા પાડવા માટે વચ્ચે ઉતરવુ પડ્યુ હતુ અને વિવાદને શાંત કરવો પડ્યો હતો. આ વિવાદ શાંત આ વિવાદ શાંત થતા બેચરાજી ના મુખે થી બોલાઈ ગયુ હતુ કે અહિયા ચુંટણી યોજાઈ રહી છે કે છોકરાની રમત થઈ રહી છે એ ખબર જ નથી પડતી. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.