સુઇગામ તાલુકાના ડુંગળા ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાં પડેલ જુવારના પુળામાં આકસ્મિક આગ લાગતાં 500 જેટલા પૂળા બળીને ખાક થઈ ગયા હતા,જોકે આજુબાજુથી દોડી આવી આગ ઓલવી હતી.
આ પણ વાંચો – બનાસકાંઠા જિલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવા રજુઆત – વાવના MLA ગેનીબેન ઠાકોરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
મળતી માહિતી મુજબ સુઇગામ તાલુકાના અંતરિયાળ ડુંગળા ગામની સીમમાં રહેણાંક મકાન બનાવી વસવાટ કરતા મેહાભાઈ વાંકાભાઈ પટેલ ના ઘર નજીક જુવારના પુળામાં મંગળવારે સવારે આકસ્મિક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં ઘરના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા,આગ ઓલવવા ખેડૂતો સાથે મહિલાઓ,વૃદ્ધો અને બાળકોએ જે હાથ આવ્યું તે વાસણ,ડોલ, લઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલ,પરંતુ આગમાં 500 જેટલા પૂળા બળીને ખાક થઈ ગયા હતા,જેના લીધે ખેડૂતને ઘાસચારામાં મોટું નુકસાન થતાં પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.