બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ વાવ ભાભર તાલુકાના બાહોશ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે કે ચાલુ સાલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ નથી જે વિસ્તાર નર્મદાના કમાન્ડ એરિયામાં આવે છે. એવા વિસ્તારમાં છેલ્લા જૂન મહિનાથી કેનાલ રિપેરીગના કામના કારણે કેનાલ બંધ છે.
આ પણ વાંચો – દિલ્હીના નાંગલમાં દલીત બાળકી પર રેપ અને મર્ડર મામલે પાલનપુરના ભાજપ સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વધુમાં પત્રમાં જણાવ્યુ છે કે, ખેડૂતોએ અમુક એરિયામાં સામાન્ય વરસાદ આવ્યો ત્યારે મોંઘા બિયારણ ખાતર અને ખેડ ના ખર્ચ કરી વાવેતર કર્યા છે. પાછળથી વરસાદ ખેંચાતા પાક નિષફળ જવાથી પશુધન પણ નિભાવવું મુશ્કેલ છે ત્યારે બિલકુલ ખેડૂતો પાસે ઘાસચારો નથી ત્યારે આવી પરિસ્થિતિ ને દયાને લઈને આપ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને વિનંતી છે કે તાલુકા વાઇઝ સર્વે કરાવીને જે કેનાલો રિપેરીગ થઈ ગઈ છે, ત્યાં નર્મદા નું પાણી ચાલુ કરાવો અને સાથે બનાસકાંઠા જિલ્લાના તાલુકા વાઇઝ સર્વે કરાવીને બનાસકાંઠા જિલ્લાને અછત ગ્રસ્ત જિલ્લો જાહેર કરી અછતના નિયમો પ્રમાણે ઘાસચારો ખેડૂતોને પશુધન બચાવવા અને લોકોને રોજગારી સાથે પીવાની પાણીની વેવસ્થા કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબ જોડે માગણી કરી હતી.
Attachments area