ભાવનગરમાં કોરોનાના 42 નવા કેસ ઉમેરાતા આંકડો 3183 એ પહોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત

આજે જ્યારે ભારતમાં કોરોનાના કુલ કેસ 42 લાખ 4 હજારથી પણ વધુએ પહોંચી ગયા છે જેમાં 71642 લોકોના મ્રૃત્યુ થયા છે અને ગુજરાતમાં આ આંકડો 1 લાખ 5 હજારથી પણ વધુએ પહોંચી ગયો છે, જેમાં 3120 જણાના મ્રુૃત્યુ થયા છે.

એવામાં ભાવનગર જીલ્લામાં ગઈકાલના આંકડા મુજબ 42 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 31183 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 23 પુરૂષ અને 8 સ્ત્રી મળી કુલ 31 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે 1, મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે 1, મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ ખાતે 1, મહુવા ખાતે 2, સિહોર ખાતે 2, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 11 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

ગઈ કાલના કોરોના રીપોર્ટ મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 34 અને તાલુકાઓના 21 એમ કુલ 55 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 3183 કેસ પૈકી હાલ 536 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 2592 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 48 દર્દીઓનુ અવસાન થયેલ છે. 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.