પોલીસતંત્ર લોકોની શારીરીક સલામતી અને જાલમાલની રક્ષાની ગુલબાંગો ફુંકી રહી છે ત્યારે ચોરો મકાનો અને મંદીરોને પોતાના નીશાન બનાવી રહ્યા છે. જેથી આમ લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે કે જો ચોર સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ મંદીરમાં પ્રવેશી ચોરી કરી શકતા હોય તો સામાન્ય લોકોના ઘરોમાં તો આસાનાથી ઘુસી લુંટ-ચોરી કરી શકે છે.
મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુમાં આવેલ 1008 શ્રી વાસુપુજ્ય મંદીરમાં(જેમાં cctv કેમેરા લાગેલા છે) રાત્રે બે થી ત્રણ વાગ્યાના ગાળામાં કોઈનો પણ ડર રાખ્યા વિના મંદીરની દાન પેટી, ચાંદીનુ છત્ર,ચાંદીના 4 સીંહાસન જેમાં ચાર ચાંદીના છત્ર ભરાવેલ હતા,4 ભામંડળ જેનુ વજન આશરે સવા પાંચ કીલો હતુ તે લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ ચોરી કરેલ વસ્તુઓની કુલ કીમંત 2,96,000/- જેટલી હતી.
આ મંદીરનુ સંચાલન શ્રી દીંગબર જૈન વિર વિઘા સંઘ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ મંદીરમાં જ્યારે પુજારી સવારે પુજા કરવા માટે મંદીરમાં આવ્યા તો તેમને જોવા મળ્યુ કે તેઓ જે ભગવાનની પુજા કરવા આવ્યા છે તે ભગવાનની મુર્તીઓ જ ગાયબ છે, સાથે સાથે તેમના છત્રો અને સીંહાસન પણ ગાયબ જોવા મળ્યા. તેમને મંદિરની ડાભી બાજુ નજર કરી તો ત્યાં બારીનો કાચ તુટેલો જોવા મળ્યો હતો જેથી તેમને પોલીસને તુરંત જાણ કરી દીધેલી.
ચોર ચોરી કરવા માટે અલગ અલગ પ્રકારની તરકીબો નીકાળી ચોરી કરે છે, જેમાં ચીલ ઝડપ હોય કે, ઘરફોડ કે પછી મંદીરમાં ચોરી કરવાનુ હોય.હવે તેઓને કોઈ પણ પ્રકારનો ડર ના રહ્યો હોય તેમ cctv કેમેરા થી સજ્જ મંદીરમાં પણ લુંટ કરી ફરાર થઈ જાય છે.
આ સતલાસણાના મંદીરમાં કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ બારીમાથી પ્રવેશ કરી રાત્રે 2 થી 3 ના ગાળામાં મુર્તી સહીત કુલ 2,96,000/- ની ચોરી કરેલ હતી. જેની સતલાસણા પોલીસ સ્ટેશનમાં વિનેશકુમાર જેંસગભાઈ ચૌધરીની ફરિયાદ મુજબ સલતાસણા પોલીસ સ્ટેશને ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ IPC ની કલમ 457,380,114 મુજબ ગુનો દાખલ કરી તપાસની હાથ ધરી છે.