મહેસાણા-ચાણસ્મા હાઈવે પર આવેલા ખારાધરવા ગામ પાસે બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને  સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જ્યા તેની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ છે.

ગુરૂવારની સવારે મહેસાણા – ચાણસ્મા હાઈવે ઉપર આવેલા ખારાધરવા ગામ પાસે સામ-સામેથી આવતી ટ્રક તથા ટેન્કર ટ્રક વચ્ચે અકસ્માત થતા, બન્ને વાહનની આગળની બોડીનુ કચ્ચરઘાણ નીકળી ગયુ હતુ. આ દુર્ઘટનામાં બન્ને વાહનો એક બીજા સાથે ચોટી જતા અલગ કરવા ક્રેન બોલાવી અલગ કરવા પડી હતી.  અક્માતમાં એટલો ગંભીર હતો કે, બન્ને વાહનના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. સુ્ત્રો મુજબ એક વ્યક્તિની હાલત ખુબ ગંભીર હોવાથી તેને અમદાવાદ સીવીલ ખાતે સારવાર માટે ખસેડાયો છે. જ્યા તે ઈજાગ્રસ્ત જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.