ઉત્તર ગુજરાતના સૌપ્રથમ પાલનપુરના મહાજન હોસ્પિટલમાં આસ્ટીટેડ નેવિગેશન સિસ્ટમ મશીન વસાવી
આ મશીન પહેલા અમદાવાદ મુંબઇમાં ઉપયોગ થતા હતા પરંતુ હવે પાલનપુર મહાજન હોસ્પિટલમાં અત્યાર સુધી વિના મૂલ્યે માં અમૃતમ યોજના હેઠળ વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વાર પાલનપુર મહાજન હોસ્પિટલમાં આસ્ટીટેડ નેવિગેશન સિસ્ટમ મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીન ખાસ કરીને જે દર્દીના પગ અને તેના ધસારા, થાપા,કમરના ઓપરેશન તેમજ ઘૂંટણનું ચોક્કસ માપ લઈ ધૂંટણ કાપવાનું મદદ કરે છે તેથી તે ચોક્કસ કટિંગ કરવામાં મદદ કરે છે આ સિસ્ટમથી એક અઢવાડીયામાં અત્યાર સુધી ૧૦ થી વધુ ઓપરેશન કરવામાં આવે છે. આ સિસ્ટમથી ખૂબ સારી કામગીરી કરવામાં અમને મદદ થાય છે.અગાઉ પણ ૫૦૦ થી વધુ ઘૂંટણ,થાપા, અને પગના તાંતણાની સર્જરી મહાજન હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવે છે. પાલનપુર નામાંકિત અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઓછા ખર્ચે તેમની શારીરિક તકલીફને દૂર કરવા સારવાર અર્થે મહાજન હોસ્પિટલમાં આવે છે.જેમાં મહાજન હોસ્પિટલ માં ફરજ બજાવતાડૉ.અલીઝયગમ એન.હસન ઓર્થોપેડિક સર્જન જે પાલનપુરની નામાંકિત મહાજન હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપી રહ્યા છે તથા તેમની પ્રસિદ્ધિ અને સફળતા આખા ઉત્તર ગુજરાતમાં ચર્ચાઈ રહી છે.અને આખા વર્ષમાં ઉત્તર ગુજરાતના લોકો તેમની સેવાનો લાભ લઈ શકે એવી અપેક્ષા રાખે છે અને મહાજન હોસ્પિટલમાં ઘૂંટણ, થાપા અને ઘૂંટણના તાંતણા ઓપરેશન માટે બહુ સિદ્ધિ ખ્યાતના મેળવી રહ્યા છે.
મશીન કેવી રીતે કામ કરે છે
આ બાબતે ડો.અલીઝયગમ એન.હસન ઓર્થો પેડીક સર્જન જણાવ્યું હતું કે પહેલા અમારે મશીન ન હોવાથી કોઈક વાર અમારાથી કોઈ નક્કી માપ ન લેવાતું પરંતુ હવે આ કમ્યુટર આસ્ટીટેડ નેવિગેશન સિસ્ટમ ના કારણે દર્દીના ઓપરેશન કરવામાં ચોક્કસ માપ લઈ પગનો ધસારો , થાપા તેમજ ઘૂંટણનું માપ લઈ કટિંગ કરવામાં ડોકટરની મદદ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને મશીન દ્વારા અત્યારસુધી એક અઢવાડીયામાં ૧૦ થી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે.