ગાંધીનગરમા દોઢ વર્ષનું માસુમ બાળક મળી આવ્યાના 14 કલાકથી વધુ સમય વીતી ગયા છતા હજી સુધી તેના પરિવારની કોઈ માહિતી મળી નથી. ત્યારે આ ચિંતાજનક બાબત છે કે, આખરે આ બાળકનો પરિવાર કોણ છે અને તેમની સાથે શુ થયું છે. આખરે કેમ બાળકનો પરિવાર તેને શોધવા માટે સામે નથી આવી રહ્યો. માસુમ પણ રડમસ ચહેરે જનેતાની રાહ જાેઈ રહ્યો છે. ભારતમાં બાળકીઓ ત્યજી દેવાના અનેક કિસ્સાઓ છાશવારે થતા રહે છે, પરંતુ હવે તો બાળકોને પણ ત્યજી દેવાના કિસ્સા બની રહ્યાં છે. એવામાં હવે ગુજરાત સરકાર તરફથી જ બાળકના માવતરને ઝડપથી શોધવા આદેશ અપાયા છે. બાળકનું અપડેટ મેળવવા ખુદ ગૃહરાજ્ય મંત્રી મોડી રાત સુધી જાગ્યા હતા.
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી બાળકના કિસ્સા મામલે ગંભીર બન્યા છે. તેમણે આજના કાર્યક્રમોને સ્થગિત કરીને બાળકના માવતરને શોધવાની બાબતને પ્રાયોરિટી આપી છે. તેઓ આજે સિવિલ હોસ્પિટલમાં રહેલા બાળકની મુલાકાત લેશે. તેમજ બાળકના તમામ અપડેટ આપવા માટે જિલ્લા પોલીસ તંત્રને આદેશ કર્યો છે. તો ગાંધીનગરથી છૂટેલા આદેશ બાદ બાળકના વાલીનું પગેરું મેળવવા માટે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધીનગર પોલીસે પેથાપુરની ગૌશાળામાં પૂછપરછ શરૂ કરી છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસની ભાગદોડ સંભાળી રહી છે.
આ પણ વાંચો – સુરતના કતારગામની એક બીલ્ડિંગના આઠમાં માળેથી બાળક નીચે પટકાતા થયુ કરૂણ મોત
100 થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગી. તો 7 જેટલી મહિલા પોલીસની ટીમને પણ કામમાં સામેલ કરાઈ છે. બાળકના વાલીને શોધવા માટે 70 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. તો સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ છે. ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે, જેથી વહેલામાં વહેલી તકે બાળકના વાલીવારસ સુધી પહોંચી શકાય.
(એજન્સીના ઈનપુટ સાથે)