VHP અને બજરંગ દળના કાર્યકરોએ જય શ્રી રામ ના નારા સાથે વડનગરને ગુંજવ્યુ !
વડનગર શહેર ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાશ્મીરમાં આતંકી હુમલો મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધારા 370 રદ થવાથી હતોત્સાહીત થયેલા આંતકવાદી ઓ દ્વારા હમણાં કાશ્મીરની ખીણમાં નિર્દોષ હિન્દુ અને શિખ ભાઈ-બહેનોને નિશાને બનાવ્યા છે. આ પ્રદર્શનમાં બજરંગ દળ તથા VHP એ દાવો કર્યો હતો કે, કાશ્મીરમાં 7 નિર્દોષોને ધમૅ પુછી, સ્થાનિક મુસ્લિમો અલગ કરી આતંકવાદીઓ દ્વારા ગોળી મારી ઠાર મારવામાં આવ્યા છે.
આ અંત્યત દુખદ ધટના ને વડનગર શહેર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વખોડી નાખવામાં આવી છે અને સાથે જણાવ્યું હતું કે કાશ્મીરની ખીણમાં રહેતા તમામ હિન્દુઓની સમગ્ર ભારત દેશ એમની સાથે છે. પ્રસાશન આંતકવાદ વિરુધ હજુ પણ કઠોર કદમ ઉઠાવે અને ભારતીય સેનાનું મનોબળ મજબૂત બને તે સાથે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો.
વડનગરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયેલ આ પ્રદર્શનમાં સચિન બારોટ, સાઈ કિરણ,નિલેશ દેસાઈ, જયેશ બારોટ, વિપુલ પટેલ, ઈલેશ પટેલ, અલ્પેસ ઠાકોર, પતિક દવેઅજીત બારોટ, રાજુ દેવી પૂજાક, ધર્મેસ પટેલ, અસંખ્ય કાર્યકરો હાજર રહ્યા હતા.