પાટણ બનાસકાંઠાની હદને અડીને આવેલ સરહદી દુદોસણ ગામ નજીક રણની ગાંધીએ આવેલ લુણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર પાંડવો વખતનું હોવાનું મનાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી મહાદેવના મંદિર નજીક પાતાળ ગંગા એની મેળે જ વહે છે શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં આજુબાજુથી હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે, મહાદેવના દર્શન, પૂજા કરી ધન્યતા અનુભવે છે,મંદિર નજીક વહેતી ગંગાની અંદર પહેલાના સમયની અંદર લોકો શ્રાવણ મહિનાના દર સોમવારે ચાલીને જતાં અને કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હતાં. પરંતુ હાલ શ્રદ્ધાળુઓનો ધસારો વધતાં આસ્થાળુઓ હાથ પગ ધોઈ સંતોષ માનેછે. સિદ્ધપુર સિવાય આ મંદિરના પ્રાંગણની અંદર માતૃતર્પણ વિધિ પણ કરવામાં આવે છે અને લોકો શ્રદ્ધાથી અહીં દર્શન કરવા આવે છે.
આ પણ વાંચો – આશ્વાસનનો લોલીપોપ : સાતમા પગાર પંચના હપ્તાની ચુકવણી પુરી નહી થતા શિક્ષકોનુ રાજ્યવ્યાપી આંદોલન
લુણેશ્વર મહાદેવના મંદિરની પ્રાચીન કથા મુજબ એવી લોકવાયકા છે કે અહીં પાંડવો ધૂતમાં હાર્યા બાદ દ્રૌપદી સાથે બાર વર્ષના વનવાસ દરમિયાન ફરતા ફરતા અહીં આવેલ અને અહીં એમના હસ્તે શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે. પાંડવોને એવો નિયમ હતો કે શિવની પૂજા કર્યા સિવાય જમવું નહીં અને એ મુજબ જ અહીં પાણીની જરૂરિયાત ઉભી થતાં કુંતી પુત્ર ભીમે અહીં ઢીંચણ વડે જમીન ઉપર પ્રહાર કરેલ અને પાતાળમાંથી પાતાળ ગંગા પ્રગટ કરી હોવાનું મનાય છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે અહીં છેલ્લા કેટલાય વર્ષોથી પાતાળ ગંગા સતત વહ્યા કરે છે, પાણી ક્યાંથી આવે છે, અને ક્યાં જાય છે. એ કોઈને પણ ખબર નથી. શિવાલય નજીક આવેલા કુંડમાં જ્યાંથી પાતાળ ગંગા સતત વહ્યા કરે છે. એ ગંગાનું પાણી એવું મનાય છે કે વહેલી સવારે પાંચ વાગ્યા પહેલાં જો કોઈ દાદર ખસ ખરજવા વાળા વ્યક્તિને પીવડાવ વામાં આવે તો એનાથી એવા રોગો પણ મટી જવાની માન્યતા છે.
આ પણ વાંચો – પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રાત્રે મકાનમાં સાપ ઘુસી જતાં દોડધામ, પરીવાર બન્યો ભયભીત
ભારતપાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના નાના રણને અડીને આવેલ પ્રાચીન શિવાલય જવા માટે કસ્ટમ રોડથી બે કિલોમીટર જવા માટે કાચો રસ્તો છે. પહેલાં જ્યારે શિવાલય ન હતું એ સમયે અવારનવાર એકલદોકલ વ્યક્તિ ખુલ્લા શિવલિંગ ની પૂજા કરતા હતા જ્યારે હાલ આજુબાજુના દાતા ઓના સહયોગથી સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલ છે અને શ્રદ્ધાળુઓને રહેવા માટે વ્યવસ્થા પણ કરેલ છે. મંદિરે દર્શન કરવા આવનાર શ્રધ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ અને ચા પાણીની વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ તરફથી કરવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુઓ ત્યાં શ્રદ્ધા ભાવથી દર્શન કરવા માટે જાય છે. સરહદી વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર એવું લુણેશ્વર મહાદેવના મંદિરે લોકો દર્શન માટે ઉમટી પડે છે. ઘણા સમય પહેલાં શિવાલયની આજુ બાજુ જમીનમાંથી સેંકડો ઝરણાં ફૂટી નીકળેલા અને પાણી સતત વહ્યા કરતું પણ ઘણાં વર્ષોથી આવે તો ઝરણા બંધ થઇ ગયેલ છે અને માત્ર એક જ પાતાળ ગંગાના એ કુંડમાંથી પાણી વહ્યા કરે છે. શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રી ના દિવસે ભગવાન લુણેશ્વર મહાદેવના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.