ગરવી તાકાત મહેસાણા ૦૪, ફેબ્રુઆરી ૨૦૨૫ મંગળવાર
પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યો પ્રાપ્ત કરે તે માટે મહેસાણા જિલ્લાના શિક્ષણ તંત્રદ્રારા શૈક્ષણિક તાલીમ શિબિર યોજાઈ હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર વિદ્યાર્થીઓ પોતાના સ્તર મુજબનીક્ષમતાઓ અને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓમાં પારંગત બને તે બાબત ધ્યાને લઇ મહેસાણા જિલ્લામાં ધોરણ ૩થી૫ ના
વિદ્યાર્થીના શિક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનું જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સધન અમલીકરણથાય તે હેતુને ધ્યાને લઇ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી.કો.ઓ. અને સી.આર.સી.કો.ઓ. માટે તાજેતરમાંકાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ,મહેસાણા ખાતે એક દિવસીય ‘Orientation Cum Capacity Building Workshop’ યોજવામાંઆવ્યો. આ શૈક્ષણિક શિબિર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.શરદ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ-૫માં ભણતા ૨૩૭૬૯ વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતા તેમજ ગણિત,ગુજરાતી, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી સહિતના વિષયમાં પારંગત કરવાના આયોજન સંદર્ભે રાજ્ય કક્ષાના નિષ્ણાત તજજ્ઞોદ્વારા તાલીમ આપવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ રાજ્ય સરકારદ્વારા યોજવામાં આવતી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, NAS, GAS અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પરિણામોમાં જિલ્લાના વિદ્યાર્થીઓને વિશેષ લાભ થાય અને તેમના PAT, SAT ના પરિણામોમાં ગુણાત્મક સુધાર આવે તે માટે વિશેષ ચિંતનકરવામાં આવ્યું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિશેષ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખીને તેમને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાટે વિશેષ તૈયારી કરાવવાનો હતો. જેથી ધોરણ-૫ ના વિદ્યાર્થીઓ માટે ઓ.એમ.આર.શીટ સાથે વિવિધ અનુભવ કસોટી લેવાનુંઆયોજન નક્કી કરવામાં આવ્યું. આગામી દિવસોમાં મોનીટરીંગ સ્ટાફ દ્વારા ધોરણ-૫ ના વર્ગોની શૈક્ષણિક મુલાકાત વધુ પ્રમાણમાં લેવામાં આવનાર છે. તે માટેના મોનીટરીંગ ફોર્મેટની પણ સમજ આપવામાં આવી. સમગ્ર શિક્ષા,ગુજરાતના ક્વોલીટીએન્હાન્સમેન્ટ સેલમાંથી સૂચિતભાઈ પ્રજાપતિ, જી.સી.ઇ.આર.ટી.,ગાંધીનગરથી ડૉ. હરેશભાઈ ચૌધરી, ડૉ. ભાર્ગવભાઈ ઠકકર,પંકજભાઈ મિસ્ત્રી અને મહેસાણા ડાયટ પ્રાચાર્યશ્રી વિનોદભાઈ અઢીયોલ વગેરે ઉપસ્થિત રહી જિલ્લાના સમગ્ર મોનીટરીંગ સ્ટાફને NEP-૨૦૨૦ના પરિપ્રેક્ષમાં ધોરણ ૩થી૫માં ઈનોવેટીવ પેડાગોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાંઅધ્યયન નિષ્પત્તિ આધારિત શીખતા કરી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ડીપીઇઓ ડૉ.શરદ ત્રિવેદીએ અમલીકરણની વ્યૂહરચના બાબતે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાના વિષય નિષ્ણાત શૈક્ષણિક ટાસ્ક ફોર્સના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વ્રારા ધોરણ ૩થી૫ની અધ્યયન નિષ્પત્તિ આધારિત નિર્માણકરવામાં આવેલ શૈક્ષણિક સાહિત્યના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. મહેસાણા યુવા ગ્રીનના ફાઉન્ડર કનુભાઈ પટેલઅને તેમની ટીમ દ્વારા આ તાલીમ શિબિરની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી……..
