ગરવી તાકાત મહેસાણા ૦૪, ફેબ્રુઆરી ૨૦૨૫ મંગળવાર
કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું અવસાન
સ્વ. કરશનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીશ
આજરોજ કડી ધારાસભ્યશ્રી કરસનભાઈ સોલંકીનું માંદગીના કારણે વહેલી સવારે અવસાન થયું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કડી ખાતે ધારાસભ્યશ્રીના નિવાસસ્થાને સ્વ.કરસનભાઈ સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા અને સદ્દગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર: શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સ્વ. કરશનભાઈ સોલંકીનું સાદગીપૂર્ણ જીવન લોકોને હંમેશા યાદ રહેશે. આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ મંત્રીશ્રી રજનીભાઈ પટેલ અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર સહિત મહાનુભાવો, સ્નેહી-પરિજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2022 ની ચૂંટણીમાં કરશનભાઇ સોલંકીના પ્રતિસ્પર્ધી રહેલા પ્રવીણભાઈ પરમારે દુઃખ વ્યક્ત કર્યું મારા પ્રતિ સ્પર્ધી હોવા છતાં કરશનભાઇ સોલંકીએ ક્યારેય ન ગમે તેવી ભાષાનો ઉપયોગ નહોતો કર્યોચૂંટણી સમયે અને ત્યારબાદ પણ હંમેશા દરેકનું સન્માન કરતા આવ્યા હતા કરશનભાઇ સોલંકીકડી વિધાનસભા એ ખૂબ સારા નેતા ગુમાવ્યા છે મારા માટે હંમેશા આદરણીય હતા કરશનભાઇ સોલંકી..પ્રવીણભાઈ પરમાર ગત વિધાનસભામાં કરશનભાઇ સોલંકી સામે લડ્યા હતા ચૂંટણી
કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું નિધનરાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે દુઃખ વ્યક્ત કર્યુંમને તાલુકા પંચાયત વખતથી કરશનભાઇ સોલંકી સાથે કામ કરવાની તક મળી હતી
ખૂબ સરળ સ્વભાવના કરશનભાઇ સોલંકી આજે આપણી વચ્ચે નથી રહ્યા મુઠી ઉચેરા માનવી તરીકેની જિંદગી કરશનભાઇ સોલંકી રાજકીય ક્ષેત્રે જીવ્યા છે
પ્રજાના પ્રશ્ન માટે સતત દોડતા ધારાસભ્ય કરશનભાઇ સોલંકીને હું મારા હ્રદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું
સાંસદ હરિભાઈ પટેલે કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન ઉપર દુઃખ વ્યક્ત કર્યું
સાદગીથી ભરપૂર નેતા ગુમાવવાનું દુઃખલોકો વચ્ચે ચાલતા ફરવું અને બસમાં મુસાફરી કરવી એ કરશનભાઇ સોલંકીની આગવી ઓળખ હતી લોકોના દર્દમાં દોડીને જનાર કરશનભાઇ સોલંકીને અમે 108 તરીકે ઓળખાતા હતાઆવા ધારાસભ્યના ગુમાવવાથી ભારે દુઃખ થયું છે