આશ્વાસનનો લોલીપોપ : સાતમા પગાર પંચના હપ્તાની ચુકવણી પુરી નહી થતા શિક્ષકોનુ રાજ્યવ્યાપી આંદોલન

શેર કરવા અહીં ક્લિક કરો.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોએ કામગીરી દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

સાતમા પગાર પંચનો લાભ આપ્યા બાદ તેના હપ્તાની ચુકવણી પુરી ન થતા રાજ્યવ્યાપી આંદોલન

 
રાજ્યભરમાં આજે એકસુરે માધ્યમિક વિભાગના શિક્ષકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. વર્ષોથી સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો બાદ પણ માંગો નહી સંતોષાતા આજે રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે આજે બનાસકાંઠામા શિક્ષકોએ કામગીરી દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો છે.
 

આ પણ વાંચો – રાજકીય કીન્નાખોરીને પગલે વડગામ સહીત પાલનપુરમાં મનરેગા વર્કરોનુ 7 કરોડ જેટલુ પેમેન્ટ અટકાવી દેવાયુ ?

કુંભાસણના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર ખાતે પરિક્ષણની કામગીરી દરમિયાન શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની માંગણીઓ વહેલી તકે પુરી કરવા માંગ કરી છે. સાતમા પગાર પંચનો લાભ આપ્યા બાદ તેના હપ્તાની ચુકવણી પુરી કરાઈ નથી, પ્રાથમિક શિક્ષકોને પાંચ વર્ષની કાયમી ગણવામાં આવે છે જ્યારે માધ્યમિક વિભાગના શિક્ષકો સાથે ભેદભાવ રખાયો છે. શિક્ષકોએ જણાવ્યું કે, 2005 થી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને GPFમાં સમાવેશ  કરાયો નથી જેથી નિવૃત્તિ સમયે પરિવારનું ગુજરાન ચલાવવા માટે શિક્ષકોને મુશેકેલીઓ ઉભી થશે. માંગણીઓ પુરી કરવા સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરી છે.  જોકે સરકારે પણ માંગણીઓ પુરી કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ તે આજદિન સુધી અધૂરું જ રહ્યું છે. ત્યારે સરકારે કરેલા વાયદાઓ યાદ અપાવવા અને વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા  શિક્ષકોએ આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે શિક્ષકો છેલ્લા ઘણાં વર્ષોથી પોતાની માંગણી પુરી કરવા સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. સરકાર શિક્ષકોની માંગણીઓ સ્વીકારી તેને પુરી કરવાની ખાતરી આપી ચુકી છે પરંતુ તેની અમલવારી પુરી ના થતાં ફરી શિક્ષકોએ સરકારના બહેરા કાને અવાજ અથડાવવા વિરોધ આંદોલન ઉપાડ્યું છે. ત્યારે સરકાર ક્યારે શિક્ષકોની માંગો પુરી કરી તેમને ન્યાય આપે છે તો જોવું રહ્યું.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.