ગુજરાતમાં આરોગ્ય સેવાઓના ઉન્નતી માટે રાજ્ય કક્ષાની પ્રથમ આરોગ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્ઘાટન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ પરિષદમાં ગુજરાતભરના આરોગ્યવિદો અને તબીબ અઘિકારીઓ એ હાજરી આપી હતી.
આ પરિષદ દરમિયાન વિવિધ આરોગ્ય વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર અધિકારીઓ અને તબીબોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ગાંધીનગર આર ડી ડી ઝોનમાંથી માત્ર એક જ ડોક્ટરને અને સમગ્ર ગુજરાતમાંથી માત્ર 4 ડોક્ટરોને આ વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગૌરવપૂર્ણ વાત એ છે કે કડી ના નંદાસણના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધીક્ષક ડૉ. હિતેન પ્રજાપતિ ને આ એવોર્ડ મેળવવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે.
મેડિકલ ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી માટે એમ. ડી એન. એચ.એમ શ્રીમતી રેમ્યા મોહન ના હસ્તે ડૉ. હિતેન પ્રજાપતિ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની નિષ્ઠાપૂર્વકની સેવા, દર્દીઓ માટેની સંવેદના અને આરોગ્ય ક્ષેત્રે અપાતું યોગદાન ને આ સન્માન દ્વારા માન્યતા આપવામાં આવી છે.આ પરિષદ અને એવોર્ડ વિતરણ સમારોહ સમગ્ર રાજ્ય માટે અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે જેનાથી આરોગ્ય ક્ષેત્રમાં કામ કરી રહેલા અન્ય તબીબો અને અધિકારીઓને પણ ઉત્સાહ અને પ્રેરણા મળશે
આ એવોર્ડ થી નંદાસણ ગામ અને સમગ્ર વિસ્તાર માટે ગૌરવની લાગણી ફેલાઇ છે. ડૉ. હિતેન પ્રજાપતિ એ સાબિત કર્યું છે કે નિયમિત મહેનત,સેવા ભાવના અને સમર્પણ દ્વારા કોઈપણ વ્યક્તિ અગ્રેસર બની શકે છે આ અવસર નંદાસણ ના સહકર્મીઓ, આરોગ્ય અધિકારીઓ અને ગ્રામજનોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા
જૈમિન સથવારા – કડી