મહેસાણામાં સ્થાયી થયેલા લોકો તસ્કરોના ત્રાસથી તેમના મુળ વતનમાં તેમના સગા સંબધીઓને મળવા જતા પણ હવે ડરવા લાગ્યા છે. કેટલાક લોકો મહેસાણામાં 1 – 2 દિવસ માટે પણ ઘરને બંધ રાખતા ડર અનુભવી રહ્યા છે. કેમ કે એવા અનેક ચોરી ના કેસો સામે આવ્યા છે જ્યારે કોઈ પરિવાર તેમના મકાનને તાળુ મારી બહાર ગામ જાય ત્યારે એમના ઘરે તસ્કરો ત્રાટકી હાથ સાફ કરી જતા હોય છે. આવી બીજી એક ઘટના સામે આવી છે. મહેસાણામાં આવેલા ઓએનજીસી નગરના એક બંધ મકાનને તસ્કરોએ પોતાનુ નીશાન બનાવી રૂપીયા 3.78 લાખના દાગીના સહીત રોકડની ચોરી કરી ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. ઓએનજીસીમાં નોકરી કરતા ઝાકીરભાઈ તેમના પરિવારને લઈ આણંદ ખાતે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના મકાનમાંથી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો – કડી: આઠમનુ નિવેધ કરવા ગયેલ ડોક્ટરના બંધ મકાનમાં 1.37 લાખની ચોરી
મહેસાણા ઓએનજીસીમા નોકરી કરતા સૈયદ ઝાકીરભાઈ જે અત્યારે ઓએનજીસી નગરમાં રહે છે તેઓ 20/11 ના રોજ તેમના પરિવારને સાથે લઈ આણંદ ખાતે ગયેલા. આ દરમ્યાન તેમના બંધ મકાનમાં તસ્કરોએ મકાનના પાછળના ભાગેથી પ્રવેશી ઘરમાં પડેલા દાગીના તથા રોકડ રમક સહીત 3.78 લાખની ચોરી કરી ફરાર થયેલા. શહેરના રહેવાશી ઝાકીરભાઈ ગઈ કાલે રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે તેમને ઘરમાં નજર કરી તો જોવા મળ્યુ હતુ કે ઘરનો સામાન અસ્ત વ્યસ્ત હતો. તીજોરીનો દરવાજો પણ ખુલ્લો હતો. તપાસ કરતા તેમને જાણવા મળ્યુ કે તસ્કરો તેમની 1 સોનાની ચેઈન કી.રૂ.30,135/-,સોનાની બંગડી નંગ 2 કી.રૂ.65465/-, સોનાની વીંટી નંગ 2 કી.રૂ. 26,050/-,200/-, સોનાની તકતી કી.રૂ.900/-, સોનાની બુટ્ટી કી.રૂ. 2300/-,સોનાનુ પેડલ કી.રૂ. 3200/-,સોનાની ચુની કી.રૂ. 530/- તથા રોકડ રૂપીયા 2.50 લાખ લઈ ફરાર થઈ ગયેલા છે.
આ પણ વાંચો – મહેસાણાના શેલ્સમેન સાથે જોટાણા-મોદીપુર વાળા રસ્તે લુંટ ચલાવી બાઈકસવાર ફરાર
મહેસાણા શહેરમાં બંદ મકાનોમાં થતી ચોરીના બનાવો ઉપરથી શહેરના નાગરીકોને લાગી રહ્યુ છે કે તસ્કરોને બંધ મકાનની ગંદ આવે છે કે શુ? બંદ મકાનોમાં થતી ચોરીનો કન્વીક્સન રેટ પણ આકર્ષક નથી જે “લો એન્ડ ઓર્ડર” ઉપર પણ સવાલો ઉભા કરે એમ છે.
આ ચોરીની ફરિયાદ ઝાકીરભાઈએ મહેસાણા તાલુકા પોલીસને કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 454,457 તથા 380 મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.