photo credit - facebook

ગરવી તાકાત, મહેસાણા

ચંદ્રકાન્ત શંકરલાલ પટેલ તેમની ફેક્ટરીનો માલ રીટૈલ દુકારદારોને વેચવા જોટાણાથી લીંચ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે તેમની ગાડી આગળ બે અજાણ્યા ઈશમોએ એક બાઈક ઉભુ રાખી તેમને થોભી દીધા હતા, ત્યાર બાદ બાઈક સવાર બે અજાણ્યા ઈશમોએ ગાળો બોલી તેમને ગાડીમાંથી બહાર નીકળવાનુ કહી તેમની સાથે મારપીટ કરવા લાગ્યા.

આ લુંટ ચલાવનાર શખ્સોએ મારપીટ કર્યા બાદ ચંદ્રકાન્ત શંકરલાલ પટેલે જે દિવસ દરમ્યાન માલ વેેચી પેસા મળેલ હતા જે કુલ 56,908 રૂપીયા કલેક્ટર કરેલ હતા તેને જબરદસ્તી પડાવી પાડી ગાડીની ચાવી પણ લઈ ગયા હતા. આ અજાણ્યા ઈશમો લુંટ કરી ફરાર થઈ ગયા ત્યાર બાદ તેમને પોલીસને ઘટના સ્થળે બોલાવી આ સમગ્ર લુંટ વિશે જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી. જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે બન્ને શખ્સે મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો એટલે એમનો ચેહરો જોવા નથી મળ્યો પણ આશરે તેમની ઉમર એક ની 20 અને બીજાની 22 વર્ષ જેટલી માલુમ પડતી હતી અને તે નંબર વગરના સ્પ્લેન્ડર બાઈક ઉપર સવાર હતા. 

જેથી આ લુંટની ફરિયાદ સાંથલ પોલીસે 394,323,504,114 મુજબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: