મહેસાણા જીલ્લાના કડી ખાતે શુભમ બંગ્લોઝમાં રહેતા ડોક્ટરનીલેશકુમાર જયંતીભાઈ નાયક જ્યારે નવરાત્રીની આઠમના રોજ પોતાના પીતાના ઘરે અમદાવાદ ખાતે ગયેલા હતા. ત્યારે તેમના બંધ મકાનને ચોર કંપનીએ ટાર્ગેટ બનાવી બંધ મકાનનુ તાળુ તોડી સોનાના દાગીના,રોકડ રકમ સહીત કુલ 1,37,500/- ના સામાનની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો – મહેસાણાના લીંચ ખાતેના ગોડાઉનમા 19 લાખના સામાનની ચોરી કરનાર શખ્સો ઝડપાયા
નાની કડી ખાતે સંતરામ સોસાયટી ની બાજુમાં માતૃકૃપા ક્લીનીક ચલાવતા નીલેશકુમાર જંયતીભાઈ નાયક જ્યારે આઠમના નિવેધ કરવા માટે પોતાની પત્ની સાથે તેમના પીતાના ઘરે અમદાવાદ મુકામે ગયેલા. જેઓ તારીખ 23/10/2020 ના રોજ સાંજે 6 વાગે તેમના પીતાના ઘરે જવા નીકળેલ હતા. ત્યાર બાદ તેઓ 26/10/2020 ના રોજ પરત અહિ કડી ખાતે આવતા તેમને પોતાના ઘરના દરવાજાનુ તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ. જેમાં તેમના બંધ મકાનમાં ચોરી કરનાર ટોળીએ ઘુસી સોની કંપનીનુ 32 ઈંચનુ ટીવી, બે તોલાની ચેન જેની કીંમત 40,000/- સોનાની 2 વીટી જેની રકમ 30,000/- સોનાના પેન્ડન્ટ કીમત 2000/-,ચાંદીની સેરો કીમત 6000/-, તથા એક જોડ કડલી કીમત 500/- અને રોકડા 49000/- રૂપીયા એમ કુલ મળી 137500/-નો દાગીના સહીતની વસ્તુ લઈ ગયાનુ માલુમ પડ્યુ. જેથી તેમને પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધવી હતી.
નિલેશકુમાર જયંતીભાઈ નાયક ની ફરિયાદ મુજબ કડી પોલીસ સ્ટેશને અજાણ્યા સખ્શો વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 457,454,380 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.