અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ઈડર તાલુકાના સાત ગામના 360 ખેડૂતો જમીન ન આપવા સહિત નેશનલ હાઈવે ઓથોરિટી સામે વિરોધ

November 26, 2024
સરકારી ઓફિસનું નવીનીકરણ થયું છતાં તેનું નામકરણ બાકી રાખવામાં સરકારી ખર્ચ ઓછું પડ્યું….!
ગરવી તાકાત, સારબકાંઠા તા.26 – ચિરાગ મેઘા- કંડલા થી શામળાજી નેશનલ હાઈવે ની જાહેરાત બે વર્ષ અગાઉ કરાઈ હતી જોકે જાહેરાત બાદ વિવિધ એજન્સીઓ દ્વારા સર્વે નુ કામ શરૂ કરાતા સાબરકાંઠાના ઈડરના સાત ગામના 370 થી વધારે ખેડૂતો કોઈપણ સંજોગોમાં જમીન ન આપવા સહિત નેશનલ હાઈવે નો વિરોધ કરી રહ્યા છે તેમજ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અરવલ્લીના શામળાજી થી કંડલા સુધી 168 નંબરનો નેશનલ હાઇવે બની રહ્યો છે જેમાં મોટાભાગના શહેરો માટે બાયપાસ પણ બનાવાયો છે ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના સાત ગામના 370 થી વધારે ખેડૂતો માટે આ નેશનલ હાઈવે જમીન વિહોણા કરવા બનાવતો હોય તેવો ઘાટ સર્જાયો છે.
બોર્ડ વિનાની સરકારી કચેરી શોધવામાં રજુઆત કરનારા ઓને બજારમાં રજડતા રહેવાની સ્થિતિ…!
ઈડરના 7 ગામના 370 થી વધારે ખેડૂતો ની 200 એકર થી વધારે ની જમીન આ નેશનલ હાઈવે અંતર્ગત કપાવવાની છે જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે છેલ્લા બે વર્ષથી આમલી સ્થાન્ય વહીવટી તંત્ર સહિત હાઈવે ઓથોરિટી સહિત જિલ્લા સમાહર્તા સાથે પણ બેઠકો થઈ છે જેમાં શરૂઆતથી જ તમામ ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે તેમજ વાંધા અરજી સહિત લેખિત અને મૌખિક ફરિયાદો પણ કરાય છે જોકે છેલ્લા ચાર દિવસથી વિવિધ એજન્સીઓ દ્વારા મોટાભાગના વિસ્તારમાં નેશનલ હાઇવે વિસ્તાર નક્કી કરાવી રહ્યા છે જેના પગલે આજે કુકડીયા શેરપુર ચોકડી એ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા તેમજ આ મામલે સ્થાનિક ખેડૂતોની વેદના રજુ કરી હતી સાથોસાથ આગામી સમયમાં નેશનલ હાઈવે ન થવા દેવા મક્કમ બન્યા છે.
સરકારી ઓફિસનું નવીનીકરણ થયું છતાં તેનું નામકરણ બાકી રાખવામાં સરકારી ખર્ચ ઓછું પડ્યું..!
જોકે એક તરફ નેશનલ હાઇવે ઓથોરિટી નો સતત બે વર્ષથી વિરોધ કરાઈ રહ્યો હોવા છતાં હાલના તબક્કે ખેડૂતોના ઉપરવટ જઈ માપણી થઈ રહી છે તો બીજી તરફ ઈડર ખાતે આવેલી ઓફિસ બોર્ડ તેમજ અધિકારી વગરની હોય તેવો ગાળ સર્જાયો છે ઇડરમાં શાકમાર્કેટ નજીક આવેલી આ ઓફિસમાં કોઈપણ પ્રકારનું બોર્ડ નથી તેમજ અધિકારી પણ હાજર ન રહેતા ખેડૂતોને રજૂઆત માટે ઠીક ઠેકાણે ભટકી રહ્યા છે જોકે સરકારી ઓફિસનું નવીનીકરણ થયું છતાં તેનું નામકરણ બાકી રાખવામાં સરકારી ખર્ચ ઓછું પડ્યું હોય તેમ બોર્ડ વગરની ઓફિસ બનાવતા સ્થાનિકો માટે રજૂઆત નું ઠેકાણું નક્કી થઈ શક્યું નથી જેથી કેટલાય ખેડૂતો માટે આજે પણ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ઈડર ખાતેની ઓફિસ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે
168 નંબર નેશનલ હાઇવે માટે ખેડૂતોનો હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ…
ત્યારે એક તરફ ખેડૂતોની પ્રાણ સમાન જમીન જબરજસ્તીથી માપણી કરાઈ રહી છે તો બીજી તરફ તેની રજૂઆત માટેની ઓફિસ આજે પણ નવી બનાવાઈ હોવા છતાં બંધ હાલતમાં હોય તેવો ઘાટ સર્જાયો છે જોકે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉભા ખેતરોમાં થઈ રહેલો સર્વે સ્થાનિક ખેડૂતો માટે કુરબાની સમાન બની રહ્યું છે ત્યારે સ્થાનિક અધિકારી આ કચેરી માં હાજર રહેવાની બહાર ગયા ની વાતો કરી રહ્યાં છે. એક તરફ જોર જબરજસ્તીથી ખેડૂતોની જમીન માંથી નેશનલ હાઈવે પસાર કરવા માટે સર્વે નું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોની રજૂઆતો જાણે કે પધ્ધરતાલ રખાઈ હોય તેમ કોઈની રજૂઆત ધ્યાનમાં ન લેવાતા સાબરકાંઠાના ઈડરથી વધુ એક આંદોલન ઊભું થાય તો નવાઈ નહીં….
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:29 pm, Dec 5, 2024
temperature icon 24°C
scattered clouds
Humidity 30 %
Pressure 1012 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 6 mph
Clouds Clouds: 36%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:08 am
Sunset Sunset: 5:53 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0